Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરામાં ચપ્પુના ઘા જીકી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ

વડોદરા: તું અમારા એરિયામાં શું કરે છે ? તેવું કહીને હુમલાખોરે યુવકને કમર તથા પગના સાથળ પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.જે અંગે ઇજાગ્રસ્તે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફતેગંજની સુવાસ કોલોનીમાં રહેતા અતુલ કનૈયાલાલ રાણા ફતેગંજ બ્રિજ પાસે સેવઉસળની લારી ચલાવે છે.અતુલે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા.૨૦ મી ના રોજ હું મારી લારી બંધ કરીને ઘરે આવીને જમીને રાતે દશ વાગ્યે મારૃં સ્કૂટર લઇને મારા કાકા લાલાભાઇ  રાણાને મળવા માટે કિશનવાડી વુડાના મકાનમાં ગયો હતો.મારા કાકાને મળીને રાતે અગિયાર વાગ્યે કિશનવાડી વુડાના મકાન પાસે આવેલા ગલ્લા પર ઉભો હતો.તે દરમિયાન બુટી  અને અન્ય બે છોકરાઓ મારી પાસે આવીને કહેવા લાગ્યા હતા કે,તું અમારા એરિયામાં શું કરે છે ? તેવુું કહીને બુટીએ લાત મારીને મારૃં સ્કૂટર નીચે પાડી દીધુ હતું.બુટીએ મને ગાળો બોલી પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું હતું.અન્ય બે છોકરાઓએ મને  પકડી રાખ્યો હતો.અને બુટીએ ચપ્પુ વડે મને ડાબા પગના સાથળ પર તેમજ કમરની ડાબી બાજુ ચપ્પુના ઘા માર્યા હતા.મેં બૂમાબૂમ કરતા બુટી જતા જતા ધમકી આપી ગયો હતો કે,હવે પછી તું અમારા એરિયામાં દેખાયો તો જાનથી મારી નાંખીશ.ત્યારબાદ ત્રણેય ભાગી ગયા હતા.

(6:12 pm IST)