Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રીટા નામની યુવતિ કુટણખાનુ ચલાવતી ઝડપાઇઃ 7 મહિલાઓ અને 3 ગ્રાહકોની ધરપકડઃ ગ્રાહકોનું ઓનલાઇન સિલેકશન કરાયુ

બાતમીના આધારે દરોડો પાડીને પોલીસે ભાંડો ફોડયો

વડોદરા: રાજ્યમાં અવાર નવાર કૂટણખાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર કુટણખાનું ઝડપાયું છે. વડોદરામાં વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું છે. જેમાં રીટા નામની મહિલા મોટાપાયે કુટણખાનું ચલાવતી હોવાની માહિતી સામે આવી છે. PCB પોલીસે બાતમીના આધારે રેડ કરીને ઘટના સ્થળેથી 7 મહિલાઓ અને 3 ગ્રાહકો ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરા વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં એક મહિલા કુટણખાનું ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. બાતનીના આધારે જગ્યા પર દરોડો પાડતા અંદરના દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનામાં  કુટણખાનું ચલાવનાર માસ્ટરમાઈન્ડ મહિલાનું નામ રિટા હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળી રહ્યું છે કે વડોદરાના વાઘોડિયા રોડના સનચાઈઝ કોમ્પલેક્ષમાંથી ઝડપાયેલા કુટણખાનામાં ગ્રાહકોને જવા માટે ઓનલાઈન સિલેક્શન કરવામાં આવતું હતું. પરંતુ પોલીસે બાતમીના આધારે રેડ કરીને સમગ્ર ભાંડો ફોડ્યો હતો. PCBએ યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું, કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષવામાં આવતા હતા. આ મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. હાલ તમામને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.

(5:45 pm IST)