Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

લોન વિવાદમાં હાઇકોર્ટનું અવલોકન

અન્ય લોન બાકી હોય તો બેન્ક દસ્તાવેજ કબ્જામાં ન રાખી શકે

હોમલોન સંપૂર્ણ ભરપાઇ થવા છતાં અન્ય લોન બાકી હોવાથી બેન્કે ટાઇટલ દસ્તાવેજ કબ્જામાં રાખતા પિટિશન

અમદાવાદ,તા.૨૨: હોમલોન સંપૂર્ણપણે ભરપાઇ થઇ ચૂકી હોવા છતાં અન્ય લોનની ભરપાઇ ન થઇ હોવાથી મકાનના ટાઇટલ પેપર સહિતના દસ્તાવેજો બેન્કે કબ્જામાં રાખતા હાઇકોર્ટેમાં પિટિશન કરવામાં આવી હતી. જેમાં કોર્ટે નોંધ્યું છે કે અરજદારે બીજી લોન પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લીધી હતી. આ યોજના હેઠળ આવી કોલેટરલ સિકયુરિટી લઇ શકાય નહીં.

આ કેસમં અરજદારે સૌપ્રથમ હોમલોન લીધી હતી અને ત્યારબાદ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ પાંચ લાખની બીજી લોન હતી. જો કે હોમ લોન સંપૂર્ણ ભરપાઇ થવા છતાં બેન્ક અરજદારને મકાનના ટાઇટલ પેપર્સ આપી રહી નહોતી અને કારણ આપી રહી હતી કે બીજી લોન ભરપાઇ ન થઇ હોવાથી ટાઇટલ પેપર આપી શકાય નહીં.

જેથી અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. કોર્ટે પિટિશન ગ્રાહ્ય રાખી નોંધ્યું છે કે અરજદારે પહેલી લોન સંપૂર્ણ ભરપાઇ કરી છે અને બીજી લોન પ્રધામંત્રી મુદ્રા યોજના હેઠળ લેવામાં આવી છે અને આર.બી.આઇ.ની ગાઇડલાઇન પ્રમાણે આ લોન માટે કોલેટરલ સિકયુરિટીની જરુરિયાત નથી. તેથી આ કેસમાં બેન્ક મકાનના ટાઇટલ પેપર પોતાની પાસે રાખી શકે નહીં.

(9:59 am IST)