Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદ મનપાએ BRTSમા નવી યોજના શરૂ કરી : સિનિયર સિટીઝન્સને મળશે 40 ટકા વળતર

જનમિત્ર યોજનાથી આખા અમદાવાદમાં,ખીસામાંથી એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ફરી શકશો

 

અમદાવાદના BRTSના મુસાફરોને ભાડામાં રાહત મળશે. મહાનગર પાલિકાએ BRTS માટે ત્રિ-માસિક પાસની યોજના બનાવી છે. આ યોજનાનું નામ જનમિત્ર પાસ યોજના છે

દેશમાં કાળ-ઝાળ બનેલી મોંઘવારી,પેટ્રોલ -ડીઝલના વધતા ભાવ વચ્ચે અમદાવાદ માટે રાહતના સમાચાર છે. અમદાવાદવાસીઓ હવે રાહત દરે BRTSમાં મુસાફરી કરી પોતાનું ઇંધણ ખર્ચ બચાવી શકશે. અમદાવાદ મહા નગર પાલિકા દ્વારા શરુ કરવામાં આવનારી જનમિત્ર પાસ યોજનામાં માસિક પાસ રૂ.750, ત્રિ-માસિક પાસ રૂ.2 હજારમાં મળી શકશે. આ જનમિત્ર યોજનાથી તમે આખા અમદાવાદમાં,ખીસામાંથી એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ફરી શકશો.

અમદાવાદ મહા નગરપાલિકાએ સીનીયર સિટીઝંસનો પણ ખ્યાલ BRTS યોજનામાં ખાસ રાખ્યો છે. સિનિયર સિટીઝન્સ માટે પાસ યોજનામાં 40 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે કોઈ નવી યોજના અમલી બનાવી છે કે કેમ ? તે અંગે હજુ સ્પસ્ટતા નથી થઇ.કારણકે, હવે દીપાવલીના વેકેશન બાદ પૂર્ણ ગતિએ શાળા -કોલેજ શરુ થઇ જશે. લગભગ પોણા બે વર્ષ બાદ જનજીવન ફરી રાબેતા મુજબ થવા જઈ રહ્યું છે ત્યારે, શક્ય છે કે, વિધાર્થીઓ માટે કોઈ વધુ રાહત મહાનગરપાલિકા આપી શકે. હાલ તો જનમિત્રથી તમે તમારું પેટ્રોલ-ડીઝલ બચાવી શકવાની યોજના પર કામ કરી શકો છો

 

(12:22 am IST)