Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિરે કોરોના મહામારીમાં 20 યુવાનોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે તલવાર આરતી કરી

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ નવરાત્રી પર્વ ચાલુ હોય પરંતુ કોરોના મહામારીના કારણે ગરબા,મેળા સહિતનું આયોજન બંધ કરાયું છે ત્યારે રાજપીપળાના પૌરાણિક હરસિધ્ધિ માતાજી ના મંદિરે છેલ્લા 7 વર્ષ થી નવરાત્રી દરમ્યાન રાજપૂત સમાજના યુવાનો દ્વારા થતી તલવાર આરતી થકી માતાજીની આરાધના દર વર્ષે ભરૂચ,નર્મદા, વડોદરા,છોટાઉદેપુરના 200 જેટલા રાજપૂત યુવાનો કરતા હતા પરંતુ કોરોના મહામારીના કારણે વર્ષે 20 યુવાનોએ તલવાર આરતી કરી તેમના સમાજ ની પરંપરા ને જાળવી રાખી હતી.કોરોના મહામારી ના કારણે યુ ટુયબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર રાજપૂત સમાજ ના લોકો અને અન્ય ભક્તો લાઈવ આરતી જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી.

(10:43 pm IST)