Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ઈન્ટરનેશનલ કોફી હાઉસ સ્ટારબક્સ કોફીને અમદાવાદ મનપાએ 10,000નો દંડ ફટકાર્યો

બીજીવાર નિયમના ઉલ્લંઘન માટે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કરાયો

અમદાવાદ: શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ કોફી હાઉસ સ્ટારબક્સ કોફીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ-૧૯ની સુરક્ષા ગાઈડલાઈનના ભંગ બદલ રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. આ સતત બીજી વખત છે જ્યારે સ્ટારબક્સ કોફીને એક જેવા નિયમનું ઉલ્લંધન કર્યું છે. જોકે બંને વખતે તેને ૧૦,૦૦૦નો દંડ કરાયો છે. બીજી તરફ એએમસી પોતાની ડ્રાઈવ દરમિયાન નિયમોના ઉલ્લંઘન કરતી ખાણી-પીણીની દુકાનો તથા સ્ટોલને સીલ કરતી હોય છે.એએમસીની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ મુજબ, તેમણે રાત્રે ૧૦.૩૦ વાગ્યે સ્ટારબક્સ ખુલ્લું જોયું હતું. આ તેવા વિસ્તારમાં છે જ્યાં રાત્રીના ૧૦ વાગ્યા બાદ તમામ કોમર્શિયલ યુનિટને બંધ કરવાનો આદેશ અપાયેલો છે. ડેડલાઈન ખતમ થયા બાદ પણ સ્ટાફ ઓર્ડર લઈ રહ્યો હતો. કોફી હાઈસની બહાર પણ ભીડ હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ થઈ રહ્યું હતું. આથી ટીમે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ સ્ટારબક્સને કર્યો હતોપહેલીવાર

આ પ્રકારના નિયમ ભંગ માટે પણ આઉટલેટને વોર્નિંગ આપવામાં આવી હતી. બીજીવાર નિયમના ઉલ્લંઘન માટે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ કરાયો હતો. શરૂઆતમાં કોફી હાઉસને સીલ કરવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ બાદમાં રકઝક કરીને છેલ્લે ૧૦,૦૦૦નો દંડ લેવાનો એએમસી દ્વારા નિર્ણય કરાયો હતો.

(9:33 pm IST)