Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ભાજપ જનતાને ઉલ્લુ બનાવી રહ્યું છે. કોંગ્રેસે ક્યારેય કોઇપણ રસી માટે પૈસા લીધા નથી

બિહારમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મફત કોરોના રસી આપવાના વચન પર ગુજરાત કોંગ્રેસના આકરા પ્રહાર

અમદાવાદ : બિહારમાં ભાજપના ફ્રી કોરોના રસીના વચનનો મામલે હવે કોંગ્રેસે પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધી બાદ હવે ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. જયરાજસિંહે કહ્યું કે, કોંગ્રેસે શીતળા,પોલીયોની રસી ફ્રી માં આપી હતી. કોંગ્રેસે ક્યારેય કોઇ રસી માટે પૈસા લીધા નથી. નોટ ફોર વોટ સાંભળ્યું હતું, હવે વેક્સિન ફોર વોટ. ભાજપ જનતાને ઉલ્લુ બનાવી રહ્યું છે. લોકોએ ભાજપ નામનો રોગ ન આવે તે માટે રસી બનાવી લીધી છે

(7:33 pm IST)