Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરતના લીંબાયતમાં 18 માસની બાળકીનું ગેલેરીમાંથી નીચે પટકાતા કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરની સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં મીઠી ખાડી પાસે આવેલી બેઠી કોલોનીમાં રહેતી 18 માસની ઈક્રાજબી નફીશ અહેમદ અન્સારી ગત તારીખ 18મી સવારે ઘરના ત્રીજા માળે ગેલેરીમાં રમતી હતી ત્યારે અચાનક બાળકી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. 

તેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે તે મોતને ભેટી હતી તેના પિતા મજૂરી કામ કરે છે.આ અંગે લિંબાયત પોલીસે તપાસ આદરી છે

(5:39 pm IST)