Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

સુરતમાં અગાઉ 15 વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારવાના આરોપસર અદાલતે આરોપીને 10 વર્ષની કેદની સુનવણી સાથે દંડ ફટકાર્યો

સુરત:આજથી બે વર્ષ પહેલાં સચિન વિસ્તારમાં મજૂરીકામ કરતા દંપતીની 15 વર્ષની તરૂણીને લગ્નની લાલચ આપીને ભગાડી બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપીઓને આજે એડિશનલ સેશન્સ જજ બી.એસ કાલા દોષી ઠેરવી 10 વર્ષની કેદ તથા દંડની સજા ફટકારી છે.

સચિન પોલીસની હદમા આજથી ચારેક વર્ષ પહેલા મજુરી કામે આવેલા દંપતીની 15 વર્ષની પુત્રી તારીખ 26 1 16ના રોજ રાત્રે ડબ્બો લઈને નળે પાણી ભરવા ગઈ હતી. ત્યાર બાદ રાતે મોડે સુધી પરત ન ફરતાં દંપતીએ તપાસ હાથ ધરી હતી. 

જે દરમિયાન મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર તથા આવાસ યોજનામાં મજૂરીકામ કરતાં આરોપી રાહુલ જીતેન્દ્ર ગાવિત સગીર કિશોરીને લગ્નની લાલચ આપી પોતાના વતન ભગાડી ગયો હોવાની જાણ થઇ હતી. 

જેથી ફરિયાદી દંપતી આરોપી રાહુલના વતનમાં જઇને તપાસ કરતાં તેને તરૂણ પુત્રી મળી આવી હતી. જેથી ભોગ બનનાર બાળાના માતા-પિતા એ આરોપી રોહિત ગાવિત વિરૂદ્ધ પોક્સો એક્ટના ભંગ બદલ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:38 pm IST)