Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વડોદરાના સેવાસી નજીક મહિલાના ઘરમાં અચાનક કોબ્રા જોવા મળતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:શહેરના સેવાસી વિસ્તારમાં અત્યંત ઝેરી પ્રજાતિનો કોબ્રા ઘરની અંદર સોફા પર બેસી જતા ઉંઘમાંથી ઉઠેલી મહિલાની આંખે અંધારા આવી ગયા હતા.

સેવાસી વિસ્તારમાં સાંનિધ્ય રેસીડેન્સી ખાતે રહેતા સોહિલભાઈ બ્રહ્મભટ્ટ પરિવાર સાથે ઉપરના માળે બેડ રૂમમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે તેમના પત્ની ઉંઘમાંથી ઉઠી નીચે ઊતરી રહ્યા હતા. દાદરાની લાઈટ ચાલુ કરતાં જ મહિલા ચોંકી હતી અને આંખે અંધારા આવી ગયા હતા.

નીચેના ડ્રોઇંગરૂમમાં ટીવી શોકેસને અડીને આવેલા સોફા ઉપર પાંચ ફૂટનો અત્યંત ઝેરી કોબ્રા ફેણ ચડાવી બેઠો હતો. મહિલાએ બૂમ પાડતા કોબ્રા શોકેસની નીચે જતો રહ્યો હતો અને ત્યારબાદ સોફા નીચે આવી ગયો હતો. મહિલાના પતિએ એનિમલ રેસ્ક્યુ નામની સંસ્થાને જાણ કરતાં કાર્યકરોએ કોબ્રાનું રેસ્ક્યુ કર્યું હતું.

(5:37 pm IST)