Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વડોદરાના સાવલી નજીક એટીએમમાં જઈ શખ્સે 63હજાર ઉપાડી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના સાવલી ખાતે રહેતા અને મજૂરી કામ કરતા વ્યક્તિના એકાઉન્ટમાંથી એટીએમ તથા તેના પિન નંબર વિના આરોપીએ એટીએમ મશીનમાંથી કુલ રૂપિયા 63000 ઉપાડી લઇ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સાવલી તાલુકાના પીપલોદ ગામે આવેલા નિશાળવાળુ ફળીયુ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા ઠાકોર ઉદેસિંહ પરમારના ખાતામાંથી અજાણ્યા કોઈ સામે તેની જાણ બહાર એટીએમ અથવા તેના પીન નંબર વગર તારીખ 21 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન અલગ-અલગ જગ્યાએથી એટીએમ મશીનમાંથી કુલ રૂ 63000 ઉપાડી લીધા હતા. ઘણા દિવસોથી ઘટના અંગે બેખબર ઠાકોર પરમારને આ મામલે ગઇકાલના રોજ પોતાના એકાઉન્ટમાંથી પોતાની જાણ બહાર નાણાં ઉપડ્યા હોવાની માહિતી મળતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર ઘટના અંગે તેમણે સાવલી પોલીસ મથકે વિશ્વાસઘાત તથા ઠગાઈની ફરિયાદ દાખલ કરાવતાં પીએસઆઈએ વધુ તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)