Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ડાન્સ કાર્યક્રમમાં લઇ જવાના બહાને 3.75 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ:લોકો દિવ્યાંગો સાથે પણ ઠગાઇ કરતા સંકોચ અનુભવતા નથી, મેમનગરમાં આવેલી સંસ્થાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને અમેરિકામાં ડાન્સ કાર્યક્રમમાં લઇ જવાના બહાને રૃા. ૩.૭૫ લાખની ઠગાઇ કરી હતી. આ ઘટના અંગે ઘાટલોડિયા પોલીસે સ્વપ્નશીલ  ગુજરાત ઇવેન્ટના માલિક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

નિર્ણયનગરમાં રહેતા અને મેમનગર  માં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલષભાઇ પંચાલે કડી તાલુકાના નંદાસણ  પાસે ગણેશપુરાગામના અલ્પેશ બળદેવભાઇ પટેલ સામે ફરિયાદ નોધાવી છે કે આરોપીએ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અમેરિકાના ન્યુ જર્સી ખાતે  ત્રણ દિવસના ડાન્સ પરફોમન્સમાં લઇ જવા માટે તેમની સ્વપ્નશીલ ગુજરાત ઇવેન્ટ દ્વારા લઇ જવાની  વાત કરી હતી અને વ્યક્તિ દીઠ બે લાખ ભરવાનું કહ્યુ હતું. 

જેને લઇને સસ્થાએ વિદ્યાર્થીઓને વાલીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ૧૦ વિદ્યાર્થીઓને ભાગ લેવા માગતા હતા અને પાંચ સંચાલકો તૈયાર થયા હતા. જેને લઇને પંદર વ્યક્તિને રૃા. ૩.૭૫ લાખ રૃપિયા આરોપીને આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ તમામ લોકોને દસ્તાવેજી પુરાવા મંગાવીન મુંબઇ જઇને વિઝાની કાર્યવાહી કરવાની વાત કરી હતી.

(5:36 pm IST)