Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ શખ્સોએ વેપારીની કારને આંતરી સોનાના દાગીના સહીત રોકડની ઉઠાંતરી કરી

અમદાવાદ:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લુંટ, ચોરી, હત્યા, ચીલ ઝડપ, ફાયરીંગ સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા તાલુકાના કલીકુંડ-ખેડા રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે ત્રણ જેટલાં અજાણ્યા શખ્સોએ કારની આગળની સીટના નીચેના ભાગે મુકેલ સોનાના દાગીના સહિત લાખોની કિંમતના મુદ્દામાલની ચોરી અંગે ધોળકા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકાના કલીકુંડ વિસ્તારમાં રહેતાં મનીષકુમાર ઘનશ્યામભાઈ વાઘેલા ઉ.વ.૩૮વાળા શીયાવાડા ગામે આવેલ દુકાન પર ગયા હતાં અને ત્યારબાદ સવારના સમયે પિતાનો ફોન આવતાં ઘરે પરત જઈ કલીકુંડ ખાતે આવેલ યુનીયન બેન્કમાં મુકેલ અંદાજે ૫૪ તોલા સોનાના દાગીના પરત લેવા પિતા સાથે બાઈક પર બેંન્કમાં ગયા હતાં અને લોકરમાં મુકેલ દાગીનાઓ પરત લાવ્યાં હતાં. જે પૈકી અમુક સોનાના દાગીનાઓ વેચવાના હોય મીત્ર મયુરભાઈ પંચાલ સાથે ગયા હતાં તે દરમ્યાન ત્રણ જેટલાં અજાણ્યા શખ્સોએ મોટરસાયકલ પર આવી ફરિયાદી મનીષકુમારની રેકી કરી તેઓની પાછળ પાછળ પેટ્રોલ પંપ સુધી આવ્યાં હતાં.

(5:36 pm IST)