Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદ :ખાખી વર્ધીમાં નશાની હાલતમાં જાહેરમાં ધમાલ મચાવી લોકોને લાકડીથી માર મારતા કોન્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:દારૂબંધીનો કડક અમલ કરાવવાની જેમના માથે  જવાબદારી તે પોલીસ ખુદ ચાલુ નોકરીએ ખાખી વર્દીમાં દારૂપીને જાહેરમાં ધમાલ  મચાવતા હોય તો તેમની  પાસે દારૂબંધીના અમલની શું અપેક્ષા રાખી શકાય, સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે દારૂ પીને મધરાતે ચાંદલોડિયામાં ધમાલ મચાવતાં લોકોએ તેમને લાકડીઓથી દોડાવી દોડાવીને ઢોર મારમાર્યો હતો.

સોલા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને દાણીલીમડા પોલીસ લાઇનમાં રહેતા સુનીલસિંહ સુરેશસિંહ ચૌહાણ (ઉ.વ.૩૩) ગઇકાલે  ફરજ ઉપર હાજર હતા  ત્યારે  રાત્રે  ૧૨.૪૫ વાગે ચા પીવા માટે ચાંદલોડિયા વિસ્તારમાં ગયા હતા. જ્યાં બ્રિજ પાસે આવેલી બ્રહ્માણી પાન પાર્લર પાસે લોકોનું ટોળુ હતું,  નશામાં ધૂત કોન્સ્ટેબલે બાઇક ઉભુ રાખ્યું હતું ત્યાં બે વ્યક્તિ નજીક ઉભા રહીને વાતો કરતા હોવાથી તેઓને સોશિયલ ડિસ્ટન્સની વાત કરીને ત્યાંથી જતા રહેવા માટે કહેતા મુદ્દે તકરાર થઇ હતી.

(5:35 pm IST)