Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરોના મહામારીના કારણે અમદાવાદમાં 2 ફૂટનો કરૂણારૂપી રાવણ બનાવીને તેનું દહન કરાશેઃ રામભક્‍તો ઘરે જ રામધૂન કરીને દશેરાની ઉજવણી કરશે

અમદાવાદ: દશેરાનાં દિવસે રાવણ દહન પર લગાવેલા પ્રતિબંધને લઈને રામ ભક્તો અનોખી રીતે રાવણ દહનની ઉજવણી કરશે. પ્રભુ રામના ભક્તો દશેરાના દિવસે ઘરમાં રહી રામધૂન કરી ભગવાન રામને પ્રાર્થના કરશે કે કોરોના રૂપી રાવણનો દહન થાય. છેલ્લા ૧૭ વર્ષથી સાબરમતી વિસ્તારમાં રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરતા રાજુભાઈ ભાવસાર કહી રહ્યા છે કે આ વખતે રાવણ દહન નહીં થાય દુખ ચોક્કસ છે.

પરંતુ કોરોનાના કારણે સરકારે લીધેલા નિર્ણયને આવકાર્યો રહ્યા છે તેલુગુ અનોખી રીતે રાવણ દહનની ઉજવણીનું આયોજન કરી રહ્યા છે. જેમાં બે ફૂટ જેટલો જ કરૂણારૂપી રાવણ બનાવી તેનું દહન કરવામાં આવશે સાથે જ તમામ રામ ભક્તો પોતાના ઘરે જ રામધૂન કરી દશેરાની ઉજવણી કરશે.

અયોધ્યા જજમેન્ટ બાદ પ્રથમ રાવણ દહન છે જેના ઉપર પ્રતિબંધ છે માટે દુઃખ તો ચોક્કસથી થઈ રહ્યું છે. એક તરફ રાજુભાઈ પોતે ફટાકડા રાખું મોટા વેપારી છે તે કર્યા છે રાવણ દહન ને લાગેલા પ્રતિબંધને લઈને ફટાકડાના વેપારી ઓને ભારેથી અતિ ભારે નુકશાન થઇ રહ્યું છે.

(5:31 pm IST)