Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અમદાવાદ બનશે દેશનું અનોખુ રેલ્વે સ્ટેશન

ઉપર દોડશે બુલેટ ટ્રેન, વચ્ચે ટ્રેન અને નીચે મેટ્રો : સ્ટેશનનો કરવામાં આવશે કાયાકલ્પઃ ડીઝાઈન બનાવવાની કસરત ચાલુ

અમદાવાદઃ ગુજરાતના સૌથી મુખ્ય શહેર અમદાવાદનું રેલ્વે સ્ટેશન વિશ્વસ્તરીય બનશે. તે દેશનું એવું પહેલું રેલ્વે સ્ટેશન હશે. જયાં ઉપર બુલેટ ટ્રેન દોડશે, અંડર ગ્રાઉન્ડમાં મેટ્રો ટ્રેન અને વચ્ચે રેલગાડી દોડશે. રેલ્વે સ્ટેશન પર મોલ, હોટલ અને હોસ્પિટલ પણ હશે. અત્યારે રેલ્વે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીએ અમદાવાદ રેલ્વે સ્ટેશનને વિકસીત કરવા માટેની ડીઝાઈન તૈયાર કરવાની કસરત ચાલુ કરી દીધી છે. અત્યારે રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧૦ થી ૧૨ પર નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન બુલેટ ટ્રેન સ્ટેશન વિકસીત કરવામાં લાગ્યું છે. આવતા વર્ષથી કામ શરૂ થવાની શકયતા છે. તો મેટ્રો ટ્રેન અંડર ગ્રાઉન્ડ સ્ટેશન મોટા ભાગનું તૈયાર થઈ ગયું છે. અહીંથી મેટ્રો ટ્રેન અંડર ગ્રાઉન્ડ દોડશે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન છે. સાથે જ તે હેરીટેજ શહેર પણ છે. એટલે ઐતિહાસીક વારસો જાળવી રાખીને આ સ્ટેશનો કાયકલ્પ કરવામાં આવશે. સ્ટેશન પરિસરમાં સીદ્દી બશીર મસ્જીદના બે મિનારાઓ પણ છે. જેમને એક સંચરચનાત્મ વારસા તરીકે જોવામાં આવે છે. નવા સ્ટેશન પર આગમન અને પ્રસ્થાન માટે અલગ સુવિધા હશે. તેમાં મલ્ટી મોડલ પરિવહન એકીકરણની સાથે રોડ કનેકટીવીટી, સુરક્ષા અને નિગરાણી સહીતની અન્ય સુવિધાઓ વિકસીત કરાશે. પ્રવાસીઓને સારી સુવિધાઓ મળશે. અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ૧૨ પ્લેટફોર્મ છે. અહીંથી રોજના સરેરાશ ૫૨૮૪૩ મુસાફરો પ્રવાસ કરતા હોય છે.

(3:24 pm IST)