Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

IT, GST રિટર્ન, ઓડિટ રિપોર્ટની મુદત માર્ચ સુધી લંબાવવા અપીલ

કોરોના વચ્ચે રિટર્ન, વાર્ષિક રિપોર્ટના ફાઇલિંગમાં મુશ્કેલી

અમદાવાદ, તા.૨૨: કોરોનાના કપરા કાળના હયાત સંજોગોને ધ્યાનમાં લેતાં ઈન્કમટેકસ રિટર્ન અને વાર્ષિક ઓડીટ રીપોર્ટ તેમજ GST રિટર્ન અને વાર્ષિક ઓડીટ રીપોર્ટ સુપરત કરવામાં મુશ્કેલી પડતી હોવાની બાબતને ધ્યાનમાં લઈને  IT અને GST રિટર્ન અને ઓડીટ રીપોર્ટ ફાઈલિંગ માટેની મુદત તા. ૩૧ માર્ચ, ર૦૨૧ સુધી લંબાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ લેખિત રજુઆત કરાઈ છે.

દેશના અગ્રણી CA એસોસીએશનો દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ટેકસ ઓડીટ ફાઈલિંગની તા. ૩૧ ઓકટોબર, ર૦૨૦ અને ITR ફાઈલિંગની મુદત તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦નું પાલન કરવું પડકારજનક છે. ર૦૧૮-૧૯ના આકારણી વર્ષ માટે I.T. રિટર્ન ફાઈલિંગની તારીખ ત્રણ વાર લંબાવીને તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૦ કરાઈ છે.જોકે, ૨૦૧૯-૨૦ના આકારણી વર્ષ માટે રિટર્નની મુદત તા.૩૧ ઓકટોબર, ૨૦૨૦ સુધી લંબાવાયા પછી તેમાં કોઈ છૂટછાટ અપાઈ ન હોવાને કારણે કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડે છે. ૨૦૧૯-૨૦ના વર્ષના ટેકસ ઓડીટ રીપોર્ટ અને ટ્રાન્સફર પ્રાઇસિંગ રીપોર્ટની મુદત તા. ૩૧ ઓકટોબર, ૨૦૨૦ સુધી લંબાવાઈ છે. ૨૦૧૮-૧૯ના વર્ષના GSTR-9 અને GST-9C ફાઈલિંગની મુદત તા. ૩૧ ઓકટોબર, ૨૦૨૦ સુધી વધારાઈ છે. ૨૦૧૯-૨૦ના વર્ષના GSTR-9 અને GSTR-9C ફાઈલિંગની મુદત તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી લંબવાઈ છે.

કોરોનાને પગલે પ્રતિબંધોને કારણે સરકારી, MSME અને ટેકસ કન્સલ્ટન્ટની ઓફિસોમાં કર્મચારીઓની અપૂરતી હાજરી, વર્ક ફોમ હોમનો અમલ તેમજ પબ્લીક ટ્રાન્સપોર્ટ પણ શરૂ થઈ નથી તેમજ GSTN પોર્ટલ ઠપ્પ થવાથી મુશ્કેલી પડે છે.

(3:21 pm IST)