Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શાકભાજીના ભાવ વધારાથી ગરીબ- મધ્યમ વર્ગની સમસ્યામાં વધુ એક વધારો

કમોસમી વરસાદ, પૂરની સ્થિતિને લીધે શાકભાજીના ભાવમાં આવ્યો નોંધપાત્ર ઉછાળો

રાજકોટ,તા.૨૨: વિવિધ શાકભાજીના ભાવમાં છેલ્લા દશેક દિવસથી કિલોએ ૧૦ થી ૨૫ રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની જવા પામી છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ, વાવાઝોડાની સ્થિતિને કારણે ત્યાંથી આવતા માલની આવક ઘટતા આ સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ તેમજ ગરમીનું પ્રમાણ વધતા શાકભાજીના પાકને નુકશાની થતા માલની આવક ઘટી હોવાથી હાલમાં આ ભાવ વધારો સર્જાયો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

શહેરમાં હાલમાં શાકભાજી મોંદ્યીદાટ વેચાઇ રહી છે. વિવિધ વિસ્તારોમાં વેચાઇ છૂટક બજારમાં વેચાઇ રહેલી શાકભાજીના બમણા ભાવ થયા હોવાનું જાણવા મળે છે. છેલ્લા દશેક દિવસથી આ ભાવવધારો લોકો સહન કરી રહ્યા છે. આ અંગે શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ કમોસમી વરસાદ અને ગરમીના કારણે શાકભાજીના પાકને ભારે નુકશાન થતા આવક ઘટી છે જેથી ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

વળી ખરીફ સિઝન લગભગ પૂર્ણ થઇ ગઇ હોવાથી હવે શાકભાજીનો પણ છેલ્લો માલ બજારમા ંઆવી રહ્યો છે. નાસિકથી ડુંગળીની ૪૦ ટ્રેકો રોજની આવતી હતી જે હાલમાં ઘટીને ફકત ૨૦ ટ્રક થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાંથી ૧૫ ટ્રકો આવતા હતા. જે ઘંટીને હાલમાં ૭ ટ્રક થઇ ગયા છે. બટાકાની આવકો પણ ઘટી છે બટાકાની રોજના ૪૫ ટ્રકો આવતા હતા. જે હાલમાં ઘટીને ૨૨ ટ્રક થઇ ગયા છે.

બટાકાના ભાવ વધારા પાછળ વેપારીઓ કારણ ધરી રહ્યા છે કે હાલમાં બટાકાના બિયારણના ભાવ વધુ છે તેથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાંથી જુના બટાકા લઇને પાક લઇ રહ્યા છે. જેના કારણે બટાકાની તંગી સર્જાઇ છે. મંદીનો માહોલ, તહેવારોનું આગમન અને ધંધા-રોજગારની માઠી દશા વચ્ચે લોકો માટે હવે શાકભાજીના વધેલા ભાવ પડયા પર પાટુ મારવા જેવા સાબિત થશે. ગરીબ અને મધ્યમવર્ગ માટે હવે બે ટાઇમ શાકભાજી ખાવી પણ મુશ્કેલ બની રહેશે.(૩૦.૯)

બટાટા

૪૫૦

૬૬૦

ડુંગળી સુકી

૪૦૦

૧૦૮૦

ટમેટા

૫૦૦

૬૫૦

સુરણ

૪૦૦

૫૫૦

કોથમરી

૬૦૦

૧૦૦૦

મુળા

૩૦૦

૫૫૦

રીંગણા

૨૦૦

૩૧૦

કોબીજ

૪૮૦

૭૨૦

ફુલાવર

૩૦૦

૫૦૦

ભીંડો

૨૮૦

૪૦૦

ગુવાર

૭૦૦

૧૦૦૦

ચોળા સીંગ

૪૦૦

૫૦૦

વાલોળ

૬૦૦

૮૦૦

ગીલોડા

૨૨૦

૩૫૦

દૂધી

૨૪૦

૩૬૦

(3:20 pm IST)