Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પિતા પાસેથી ૨૦ રૂ. લઇ પાણીપુરી ખાવા નિકળેલ બે સગાભાઇના કરૂણ મૃત્યું

હોસ્પિટલે માતા-પિતાના હૈયાફાટ રૂદને સહુને હચમચાવી મુકયા

વડોદરાઃ પાદરા-જંબુસર રોડ ઉપર ફૂલબાગ જકાતનાકા પાસે હીરો શો રૂમની નજીક રોડ પર રહેતા શ્રમજીવી પરિવારના રમેશ બાબુભાઇ સોનાનીના બે પુત્રો વિશાલ(ઉ.વ.૧૩ અને ભોલું (ઉ.વ.૬) પિતા પાસેથી રૂ.૨૦ લઈને પાણીપુરી ખાવા નીકળ્યા હતાં. પાણીપૂરી આરોગી બંને સગાભાઈ પરત ઘરે ફરતા હતા ત્યારે પૂર ઝડપે આવતી જે.જી. ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરથી પસાર થતાં બંને ભાઇઓ સહીત અન્ય પાંચ વાહનોને અડફેટમાં લેતા બન્ને ભાઇના સ્થળ પર મોત નિપજેલ. હાહાકાર સર્જાયો છે. હોસ્પિટલ દોડી ગયેલા બંને ભાઇઓના માતા-પિતાએ ભારે આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતુ.

(12:54 pm IST)