Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ગુજરાત ATSને મોટી સફળતા : કમલેશ તિવારી હત્યા કેસમાં મુખ્ય આરોપીઓ શામળાજીથી ઝડપાયા:પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા

અશફાક હુસૈન એક ફાર્મા કંપનીમાં અને મોઈનુદ્દીન પઠાણ ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો

અમદાવાદ : હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યા કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી અશફાક હુસૈને અને મોઈનુદ્દીન પઠાણ શામળાજીથી ઝડપાયા છે. ગુજરાત એટીએસ અને યુપી એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને બંનેને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ તેમનો ગુનો પણ કબૂલ કર્યો છે.. તેઓ પાકિસ્તાન ભાગી જવાની ફિરાકમાં હતાં. યુપી પોલીસે આ આરોપીઓની ભાળ આપનારને અઢી લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.

   અશફાક હુસૈન એક ફાર્મા કંપનીમાં કામ કરતો હતો. જ્યારે મોઈનુદ્દીન પઠાણ ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો

  યુપીના લખનૌમાં હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાનું પગેરું સુરતમાં નીકળ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસની એક ટીમ તપાસ માટે સુરતમાં આવી છે. યુપી પોલીસે ધરતી નમકીન એન્ડ સ્વીટ નામની દુકાનમાં પહોંચીને પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ રશીદ અને તેના સાગરીતે ધરતી ફરસાણમાંથી ઘારી ખરીદી હતી. અને તે બોક્સમાં હથિયારો મુકીને લખનૌ ગયા હતાં.

(10:34 pm IST)
  • અરબી સમુદ્રના ડીપ્રેશનને લીધે પ.ભારતના સાગરકાંઠે દે ધનાધન પડશે : આવતા ૪૮ કલાકમાં અરબી સમુદ્રનું લો પ્રેસર, ડીપ્રેશનમાં ફેરવાઇ જશે જેને લીધે પશ્ચિમ ભારતના સાગર કાંઠે મુખ્યત્વે રત્નાગીરીથી મેંગ્લોર બેલ્ટ વચ્ચે ભારે વરસાદની આગાહી થઇ છે. access_time 12:54 pm IST

  • આંધ્રના નેલોરથી કાવેલી વચ્ચે ભારે વરસાદ પડશે : લો પ્રેસર પશ્ચિમને બદલે ઉત્તર તરફ આગળ વધ્યું છે. પરીણામે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં નેલોરથી કાવેલી સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. ચેન્નાઇમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે. બંગાળના અખાતથી સીસ્ટમ્સ આંધ્રના કાંઠે ભારે વરસાદ લાવશે. access_time 12:54 pm IST

  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST