Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સસ્પેન્ડેડ ગૌરવ દહિયાનું સસ્પેન્શન વધુ લંબાવાયું

અમદાવાદ, તા.૨૨ : દિલ્હીની મહિલા સાથે કથિત પ્રેમ પ્રકરણ અને લગ્નેત્તર સંબંધના વિવાદમાં સસ્પેન્ડેડ આઇએએસ અધિકારી ગૌરવ દહિયાનું સસ્પેન્શન વધુ ત્રણ મહિના લંબાવવામાં આવ્યું છે. જેના કારણે દહિયાની મુશ્કેલી વધી છે. દિલ્હીની મહિલા સાથેના લગ્નેતર સંબંધોના આક્ષેપોને લઈને રચાયેલી તપાસ સમિતિના અહેવાલની ભલામણના આધારે રાજ્ય સરકારે ૨૦૧૦ની બેચના આઈએએસ અધિકારી ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા હતા. તેમનું સસ્પેન્શન ત્રણ મહિના લંબાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. રિવ્યુ કમિટીએ વધુ ત્રણ મહિના સસ્પેન્શન લંબાવવા નિર્ણય કર્યો છે. પૈસાની લેતીદેતીથી માંડીને ખાતાકીય તપાસમાં કોઈ અંતરાય ના રહે તે હેતુસર દહિયાનું સસ્પેન્શન વધુ ત્રણ મહિના લંબાવવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા આ પ્રકરણમાં રાજ્ય સરકારની તપાસ સમિતિએ કરેલી ભલામણોની સમીક્ષા હાથ ધર્યા બાદ દહિયાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ સાથે મુખ્યમંત્રીએ લગભગ આ મુદ્દે એક કલાક સુધી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો.

(8:52 pm IST)