Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ

રસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને નુકશાનની શક્યતા

ભરૂચ : અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે વાલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

રાજ્યભરમાં ૧૬૦ ટકા વરસાદ નોંધાયો છે હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદી સીસ્ટમ સક્રિય થઇ છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમમાં ખામી સર્જાતા અરબી સમુદ્ર પર લો પ્રેશર સર્જાયું છે જેના કારણે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે

 .ભરૂચના ટ્રાયબલ બેલ્ટ ગણાતા વાલિયા પંથકમાં ગત રાત્રીના અને આજે દિવસ દરમ્યાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને નુકશાનની શક્યતા જોવામાં આવી રહી છે.

(8:47 pm IST)