Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

દિવાળીના તહેવારોમાં એસટી અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોનો જબરો ઘસારો

સૌરાષ્ટ્ર તરફ જતા પેસેન્જરની વધી સંખ્યા: ભાડામાં ડબલ વધારો

અમદાવાદ : દિવાળીના તહેવારો પહેલા જ એસટી અને ખાનગી ટ્રાવેલ્સની બસોમાં મુસાફરોનો ઘસારો વધી ગયો છે. તહેવારોમાં સૌરાષ્ટ્ર તરફ જનારા મુસાફરોનો ઘસારો વધી ગયો છે. જેમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા સોમનાથ, જામનગર અને જૂનાગઢ તરફ જતા મુસાફરોની ભીડ વધી છે. તેથી ટ્રાવેલ કંપની સામાન્ય દિવસોમાં દોડાવે છે તેના કરતાં બમણાંથી વધુ બસો દોડાવી છે.

સામાન્ય દિવસોમાં સૌરાષ્ટ્રના ગમે તે ખૂણે જવા માટે જે ભાડા હોય છે. તેના કરતા હાલમાં સૌરાષ્ટ્ર જવા માટે વસૂલવામા આવતા ભાડા ડબલ થઇ ગયા છે.

  વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી આ ચાર દિવસ સખ્ત ટ્રાફિક રહે છે આગામી 30 તારીખથી લઇ અને ત્રણ નવેમ્બર સુધી રિટર્ન અમદાવાદ તરફ ટ્રાફિક રહેશે. દીવાળીમાં જેનું પ્રવાસનું એડવાન્સમાં આયોજન હોય તો અગવડતા ન પડે એટલે ઘણાએ એક-બે મહિના પહેલા જ તહેવારને લઇ ઓનલાઇન બુકીંગ જ કરાવી લે છે. કારણ કે લોકો છેલ્લી ઘડીએ મુસાફરોને ટિકિટના ડબલ ભાવ આપવા છતાં નથી મળતી. ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પણ ઓનલાઇન બુકિંગના આધારે પ્લાનિંગ કરે છે. પણ દિવાળીના તહેવારને લઇ મુસાફરોમાં ખાસો વધારો જોવા મળે છે.

(8:03 pm IST)