Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 100થી વધુ ઘરફોડ ચોરીના ગુનાહમાં નાસતા ફરતા આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને આરઆર સેલના નાશતા ફરતા સ્ક્વોર્ડ દ્વારા ખંભાત તાલુકાના જલ્લા ગામેથી ૧૦૦થી વધુ ઘરફોડ ચોરીઓ કરનાર પુનમ કચરા ગેંગના સાગરિતને ઝડપી પાડીને છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન પેટલાદ પંથકમાં થયેલી કેટલીક ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી અને આરઆર સેલની ટીમને માહિતી મળી હતી કે, ખંભાત સબજેલ તોડીને ફરાર થઈ ગયેલો સુરેશભાઈ મફતભાઈ બીન પ્રભાતભાઈ સલાટ વાઘરી જલ્લા ગામે આવનાર છે. જેથી પોલીસની ટીમ માણેજથી જલ્લા જવાના રોડ ઉપર આવેલા મેલડી માતાના મંદિર પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન એક ભુરા કલરના બાઈક પર સુરેશભાઈ આવી ચઢતાં પોલીસ સતર્ક થઈ ગઈ હતી. સાથે સુરેશ બાઈકને પાછુ વાળીને ભાગ્યો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો પકડીને ઝડપી પાડ્યો હતો અને એલસીબી પોલીસ મથકે લાવીને આકરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, છેલ્લા દોઢેક મહિનાથી તેણે પુનમ કચરા ગેંગ સાથે મળીને અલારસા, દંતેલી, વડદલા ગામોમાં ચોરીને અંજામ આપ્યો હતો.

(5:56 pm IST)