Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કપડવંજમાં હાઈ પ્રોફાઈલ નોકરી મેળવવના ચક્કરમાં યુવાનને 47 હજાર ગુમાવવાની નોબત આવી: ઠગ ટોળકીએ 47 હજાર બેંક ખાતામાં સેરવી લેતા પોલીસ ફરિયાદ

કપડવંજ: શહેર ના એક યુવકે હાઈ પ્રોફાઈલમાં નોકરી કરવા અખબારમાં આવેલી એક બોગસ જાહેરખબરમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી પોતે નોકરી મેળવવા ઈચ્છુક હોવાનું જણાવતાં જાહેરાત આપનાર ઠગ ટોળકીએ રજિસ્ટ્રેશન, સિક્યુરીટી કોડ વગેરેના બહાના હેઠળ રૂ.૪૭,૯૨૭ પોતાના બેંક ખાતામાં સેરવી લેતા આબાદ ઠગાયેલા યુવકે કપડવંજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ કપડવંજમાં નવી કોર્ટ સામે આવેલ સંગમ પુલ વિસ્તારમાં રહેતાં દિપકભાઈ શનાભાઈ ચૌહાણ ગામમાં કોમન સર્વીસ સેન્ટર નામની દુકાન ધરાવે છે. જેમાં તેઓ ઓનલાઈન ફોર્મ ભરવાની તેમજ અન્ય ઓનલાઈન કામગીરી કરે છે. જો કે કામમાં તેઓને યોગ્ય વળતર મળતું હોવાથી તે કામની સાથે સાથે અન્ય પાર્ટ ટાઈમ જોબની શોધમાં હતાં. જે માટે તેઓ નિયમિત અખબારમાં છપાતી નોકરીઓ માટેની જાહેરાત ચેક કરી તે કંપનીનો સંપર્ક કરતાં હતાં. દરમિયાન ગત તા.૧૭--૧૯ ના રોજ તેમના ઘરે આવતાં એક અખબારમાં પિંક ક્લબમાં હાઈ પ્રોફાઈલ લેડીઝ સાથે કામ કરીને સારૂ કમાવો તેવી જાહેરાત નજરે પડી હતી. દિપકભાઈને આમાં રસ પડતાં તેઓએ જાહેરાત નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી વાતચીત કરી હતી.

(5:53 pm IST)
  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST

  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST