Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મોડાસા: શામળાજી ચેક પોસ્ટ નજીકથી ટ્રકમાં પશુ આહારની આડમાં લઇ જવાતો 5 લાખ 76 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો: 2ની ધરપકડ

મોડાસા:નેશનલ હાઈવે માર્ગની શામળાજી ચેક પોસ્ટેથી પસાર થતી ટ્રકમાં પશુ આહારની આડમાં રાજયમાં ઘુસાડાતા રૃ.,૭૬,૦૦૦ ની કિંમતના વિદેશી દારૃના ગેરકાયદેસર જથ્થા સાથે બે શખ્શોને ઝડપી લેવાયા હતા.શામળાજી પોલીસે હેરાફેરીમાં આડશમાં વપરાયેલ પશુ આહાર (ડીઓસી)ના ૩૧૦ કટ્ટા અને વિદેશી દારૃની ૧૪૪૦ બોટલો મળી કુલ રૃપિયા ૧૮,૦૭,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાન તરફથી આવી રહેલ ટાટા ટ્રક નં.એચ.આર.૭૪-૫૨૩૧ ને અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું.પોલીસના ચેકીંગ દરમ્યાન ટ્રકમાં પશુ આહાર ના ૩૧૦ કટ્ટાઓની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડવામાં આવી રહેલ વિદેશી દારૃની ૧૨૦ પેટી કિં.રૃ.,૭૬,૦૦૦ ની કિંમતનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પડાયો હતો.પ્રતિબંધીત વિસ્તારમાં વિદેશી દારૃ ની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી ગુરૃસેવકસિંગ આત્માસિંગ મજહવી(શીખ)(રહે.ધપાઈ,તા.જૈતુ,જિ.ફરીદકોટ,પંજાબ) અને હરદીપ સિંગ ગુરૃચરણસિંગ મજહવી(રહે.જિદા,તા.જિદા,તા.ગોનીઆના,મંડી,જિ.ભટીન્ડા(પંજાબ)નાઓ ને ઝડપી હવાલાતે કરી દેવાયા હતા.જયારે દારૃનો જથ્થો ભરી આપનાર મદદગાર આરોપી સહિત ત્રણેય આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી કુલ રૂ.૧૮ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પડાયો હતો.

(5:52 pm IST)