Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

થરાદ-સાંચોર હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો યથાવત: દુધવા નજીક ટેમ્પા-ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3ના કમકમાટીભર્યા મોત

થરાદ: સાંચોર હાઈવે પર અવારનવાર અકસ્માતો થવાના બનાવો બનવા પામે છે. ખાસ કરી મોડી રાત્રે અથવા વહેલી સવારે અકસ્માત થવાના બનાવો બને છે. જેમાં તા.21-10-19ના રોજ વહેલી સવારે રાજસ્થાનની એક પ્રાઈવેટ લક્ઝરી ગુજરાત થઈને રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે થરાદ તાલુકાના દૂધવા ગામ પાસે પસાર થતો હાઈવે પર એક ટેમ્પાનો ઓવરટેક કરવા જતા સામે રાજીયાના તરફથી આવી રહેલ ટ્રેઈલર જોરદાર ધડાકાભેર અથડાતા લખ્જરી બસ તથા ટ્રેઈલરના આગળના ભાગે ભુક્કો થઈ ગયો તો. જ્યારે લક્ઝરીની આટલી પુરઝડપે આવી હતી કે ટ્રેઈલર તથા લક્ઝરીમાં બેઠેલા ત્રણ ઈસમોના ઘટનાસ્થળે  મોત થયા હતા. અકસ્માત એટલો જોરદાર થતા મોટા અવાજ થતા આજુબાજુના ખેતરોમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલ થયેલ મુસાફરને બહાર કાઢી દવાખાને લઈ જવા માટે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા ઈમરજન્સી 108 ઘટના સ્થળે આવી પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે થરાદની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા. ત્રણ મૃતકોના વાલી-વારસો આવી શક્યા નથી. જેને લઈ રવિ જયેશભાઈ પટણી રહે.વડોદરાવાળાએ લક્ઝરીના ચાલક સામે પોલીસ ફરિયાદ કરી હતી.

(5:51 pm IST)