Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરત: મનપાના આવાસમાં ફ્લેટ આપવાની લાલચ આપી પાંચથી 6 લોકો પાસેથી 6.45 લાખ પચાવી પાડી ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:મનપાના આવાસમાં ફલેટ અપાવવાની લાલચ આપી પાંચથી જણા પાસેથી રૃા. 6.45 લાખ પડાવી લઇ આવાસ ફાળવણીનો બોગસ લેટર બતાવી ત્રણ મહિનામાં ફલેટનો કબ્જો મળી જશે તેવો વાયદો કરનાર ચીટર વિરૃધ્ધ મામલો રાંદેર પોલીસ મથકમાં પહોંચ્યો છે.

રાંદેર રોડ ઝોન ઓફિસ પાછળ રહેતા અને ફેબ્રિકેશન વર્ક કરતા સંજય શાંતિલાલ મહેતાએ અભય સોમચંદ શાહ (રહે. સુજાતા સોસાયટીદિપકભાઇન લવાછાવાળાના મકાનમાંરાંદેર રોડતાડવાડી)  વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે. સંજય મહેતાને તેમના મિત્ર બશીર રાણા હસ્તક અભય શાહ સાથે પરિચય થયો હતો અને તેણે સુરત મનપાના આવાસમાં ફલેટ અપાવવાની વાત કરી હતી. જેથી સંજયે તેના મિત્ર નજીમુલ્લા હક્કખાન અને અમીરખાનને મકાન લેવું હોવાથી તેમનો સંર્પક કરાવ્યો હતો.

(5:47 pm IST)