Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરતમાં ચોક બજાર પોલીસે 27.05 લાખના સોનાના જથ્થા સાથે બે યુવાનોને વાહન ચેકીંગ દરમ્યાન ઝડપી પાડ્યા

સુરત: શહેરમાં ચોક બજાર પોલીસે રૂ. 27.05 લાખના સોના સાથે ભરૂચના જંબુસરના બે યુવાનોને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી લીધા હતા. બંને યુવાનો દુબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના જથ્થાને અમદાવાદ એરપોર્ટથી લઇ સુરત કોઈકને આપવા જતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોક બજાર પોલીસે ગત બપોરે વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ ઉપર જતા ભરૂચના જંબુસરના ભડકોરા ગામના વતની અને હાલ સુરતમાં રાંદેર અને અડાજણ વિસ્તારમાં રહેતા સલમાન ઈબ્રાહીમ પટેલ ( ..33) અને સોયેબ ઝકરીયા પટેલ ( ..31) ને રૂ.27,05,750ની કિંમતના સોનાના 687 ગ્રામ જથ્થા સાથે ઝડપી લીધા હતા.

(5:46 pm IST)