Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

CCCRPDPU અને GMC દ્વારા અમદાવાદમાં'ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ ડેટા જર્નાલિઝમ' વિશે મીડિયા વર્કશોપ યોજાઇ

અમદાવાદ, તા.૨૨: સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (સીસીસીઆર), પીડીપીયુએ ગુજરાત મીડિયા કલબ અને યુનિસેફ સાથે મળીને મીડિયા પ્રોફેશનલ્સ અને જર્નાલિઝમના વિદ્યાર્થીઓ માટે 'બાળકોના હક અને ડેટા જર્નાલિઝમ' વિષયે શનિવારે એક વર્કશોપનનું આયોજન કર્યું હતું.ઙ્ગ

આ વર્કશોપમાં ભાગ લેનારીઓને ડેટા જર્નાલિઝમના ઉપયોગ દ્વારા બાળકોના હક અને અન્ય સામાજિક મુદ્દાઓ વિશે અસરકારક સમાચાર કવરેજ બાબતે માહિતી આપવામાં આવી હતી અને ચર્ચા કરવામાં આવી હતી.

યુનિસેફના કોમમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ અંકુશસિંદ્યે જણાવ્યું હતું કે, 'યુનિસેફ આ વર્ષે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ (યુએનસીઆરસી)ના ૩૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે બાળકોના હકને લગતા મુદ્દે વધારે જાગૃતિની આવશ્યકતા છે. આથી અમે સમગ્ર વિશ્વમાં બાળકો માટે વધારે સલામત અને સુરક્ષિત વાતાવરણ સર્જવા માટે તમામ સ્ટેકહોલ્ડર્સને લઇને વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છીએ.

જીએમસીના પ્રમુખ નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે, 'વર્કશોપમાં બાળકોના હકો વિશે વિગતવાર ચર્ચા ઉપરાંત બાળકોના હક અને અન્ય સામમાજિક મુદ્દાઓના સમાચારો માટે ડેટા જર્નાલિઝમનો શ્રેષ્ઠ ઉપયોગ કઇ રીતે થઇ શકે તે વિશે માહિતી આપવામાં આવી હતી. જીએમસી દ્વારા મીડિયાજગત માટે કેપેસિટ બિલ્ડીંગ ઇનિશિયેટિવનો પણ તે એક ભાગ છે.'

આ ઉપરાંત C4D ઓફિસર વિજય શંકર કંથને બાળકના પ્રથમ ૧,૦૦૦ દિવસ વિશે માહિતી આપી હતી અને યુનિવર્સિટી ઓફ કલકત્ત્।ાના એસોસિયેટ પ્રોફેસર ડો. ઉમાશંકર પાંડેએ ડેટા જર્નાલિઝમની તાલિમ આપી હતી.

CCCR-PDPUના સેન્ટર હેડ પ્રદીપ મલિકે જણાવ્યું હતું કે, 'ડેટા ક્રાંતિથી જગતમાં ક્રાંતિકારી બદલાવ આવ્યાં છે અને આંકડાઓ સાથે સમાચારો આપવામાં આવી રહ્યા છે. ડેટા જર્નાલિઝમ દ્વારા બાળકોના હકને લગતા મુદ્દા વધારે સારી રીતે ઉજાગર કરી શકાય છે. બાળકોના હકને મહત્ત્વની ન્યૂઝ બિટ બનાવવાનો આ વર્કશોપનો હેતુ છે.'

(3:56 pm IST)