Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

મેજીસ્ટ્રેટે આસી. સુપ્રિ.ને 'ગેટ આઉટ' કહી ચાલુ કોર્ટે અદાલત બહાર કાઢી મુકયા...!

જજના વર્તન અંગે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને અરજી

અમદાવાદ તા. રર :.. ઘી કાંટા સંકુલમાં આવેલી મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની એક કોર્ટમાં આસી. સુપ્રિન્ટેન્ડેન્ટને ગેટ આઉટ કહી કાઢી મુકયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે આસી. સુપ્રિન્ટેન્ડેન્ટે ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટને અરજી આપી જજના વર્તન અંગે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, મેટ્રો. કોર્ટમાં હાલ સ્ટાફની અછત છે. બે વ્યકિતનું કામ એક વ્યકિત કરી રહી છે એટલું જ નહીં રજાના દિવસોમાં કોર્ટના કર્મચારીઓ હાજર રહીને કેસો ગોઠવવા સહિતની કામગીરી કરતા હોય છે. વધુ પડતા કામને લીધે સ્ટાફ ત્રાહીમામ પોકારી રહ્ય છે. આસી. સુપ્રિન્ટેન્ડેન્ટને ગેટ આઉટની ઘટનાની જાણ સ્ટાફને થતા તેઓ એકઠા થયા હતા અને આટલા વર્ષોથી નિષ્ઠાથી ફરજ બજાવ્યા બાદ આવી પરિસ્થિતી બનતા રોષ ફાટી નીકળ્યો હતો.

મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટમાં સોમવારે બપોરના ૧.૩૦ વાગે જયુડીશીયલ ઓફીસર તેમના આસી. સુપ્રિન્ટેન્ડેન્ટને ડાયસ ઉપરથી જ ગેટ આઉટ કહી કાઢી મુકાયા હતાં.

જેથી આખોય મામલો ચીફ મેજિસ્ટ્રેટ સુધી પહોંચ્યો હતો. આસી. સુપ્રિન્ટેન્ડેન્ટે ચીફ મેજિસ્ટ્રેટને અરજી આપીને એવી રજૂઆત કરી હતી કે, સપ્ટેમ્બર ર૦૧૭ થી આસી. સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહ્યો છું. પહેલા બીજા સાહેબ કોર્ટમાં હતા ત્યારે પણ ખૂબ જ કામ કર્યુ હતું. જો કે, નવા જજ આવ્યા બાદ સ્ટાફ સાથે મનફાવે તેવું વર્તન કરીને ગુસ્સો કરે છે. વકીલો અને પક્ષકારોના હાજરીમાં ગમે તવા શબ્દો બોલી અપમાનિત કરે છે. કેસ કમીટ કરવાની કામગીરીનું અમારી ઉપર ખૂબ જ દબાણ છે, છતાં અમે ૧૧૦ થી વધુ કેસ સમયસર કમીટ કરી દીધા છે. હું આજે કોર્ટમાં કામ કરું છું તેમાં પાંચ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને સ્ટાફ પણ ઓછો છે જેના લીધે કામનું ભારણ વધી ગયું છે. ઉપરાંત ડોરમેન્ટ કેસો, આરટીઆઇની માહિતી અને કોર્ટ દ્વારા વારંવાર જુદા જુદા પ્રકારની માહિતી માંગવામાં આવે છે તે આપવાનું સતત પ્રેસર હોય છે. જેના લીધે આ કોર્ટમાં માનસીક તણાવ સાથે કામ કરવું  પડે છે જેથી યોગ્ય નિર્ણય કરવો જોઇએ.

(1:00 pm IST)
  • દિલ્હી : આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસી ગયા છે: દિલ્હી-એનસીઆરમાં એલર્ટની જાહેરાત કરી દેવાઇ : ગુપ્તચર સંસ્થાઓએ આતંકવાદીઓની વાતો ટેપ કરી લીધી છે : દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબમાં ખતરો અકબંધ access_time 4:03 pm IST

  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST