Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સટ્ટાબજારમાં અલ્પેશ ઠાકોર હોટ ફેવરિટ : અલ્પેશ ભાવ 80 પૈસા અને રઘુ દેસાઈનો 1.10 રૂપિયા

અમદાવાદ : રાધનપુર વિધાનસભા બેટકની પેટાચૂંટણીમાં ભાજપાન ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું નામ સટ્ટા બજારમાં હોટ ફેવરિટ છે. અલ્પેશ ઠાકોરનો ભાવ 80 પૈસા બોલાઈ રહ્યો છે. જ્યારે તેમની સામે રહેલા કોંગી ઉમેદવાર રઘુ દેસાઈનો  ભાવ એક રૂપિયા 10 પૈસા છે. બુકીઓ માની રહ્યા છે કે અલ્પેશ ઠાકોરની જીત થશે.

છ વિધાનસભાની પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠકના પરિણામ પર મંડાયેલી છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા બાદ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર થઇ હતી

(1:00 pm IST)