Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

2020માં વિશ્વ શાંતિના સંદેશા સાથેની સાબરમતી આશ્રમથી સિંગાપુર સુધીની વર્લ્ડ પીસ રેલી યોજાશે

યાનમાર થાઈલેન્ડ મલેશિયા થઈ 26 દિવસમાં સિંગાપુર પહોંચશે

 

અમદાવાદ: સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ શાંતિનો સંદેશ આપે છે  ટ્રસ્ટ લોકોને શાંતિ તરફ દોરવા માટે ફક્ત ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ વિશ્વભરમાં પ્રયત્ન કરી રહ્યું છે. જે હેતુથી ફરી એક વાર એપ્રિલ 2020માં વર્લ્ડ પીસ રેલી યોજવાનું છે. રેલી  ભારત સહિતના ચાર દેશોમાં યોજાશે. રેલી અમદાવાદથી સિંગાપુર સુધીની રહેશે શાંતિનો મેસેજ સાથેની રેલી રોડ મારફતે ભારતથી કારમાં નીકળશે ત્યાંથી મ્યાનમાર થાઈલેન્ડ મલેશિયા થઈ સિંગાપુર પહોંચશે.

દેશોની જાણીતી 20 સિટીમાં છે. જે લગભગ 26 દિવસમાં ફરી સિંગાપુર પહોંચશે. દરમિયાન રૂટ પ્રમાણે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આખા વિશ્વને અને શાંતિની રાહ બતાવી છે તેમાં મહાત્મા ગાંધીએ જેની સ્થાપના કરી છે તેવા સાબરમતી આશ્રમથી રેલી નીકળશે. જે સિંગાપુરના કલીફફોર્ડ પાયર સુધીની રહેશે.

રેલીનો મુખ્ય ઉદ્દેશ આર્મીમાં ઘાયલ થયેલા સૈનિકો તરફ સમાજના ઓરમાયા વર્તન સામે જાગૃતિ લાવવા કરેલ છે તેમ રેલીમાં ભાગ લેનારા આર્મીના દિવ્યાંગ સૈનિકોને વિશ્વનો પ્રવાસ કરવા બદલ ગર્વ અનુભવવાની તક આપવા આવે છે.

પહેલી રેલી વર્ષે એટલે કે 2019માં યોજવામાં આવી હતી. જેમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને અમદાવાદથી લંડન સુધીની રહી હતી. જેમાં 30 લોકોએ ભાગ લીધો હતો. રેલી 17 હજાર કિલોમીટર અંતર રોડ મારફતે આપવામાં આવ્યું હતું. રેલી 1 જુલાઈ 2019થી 12 ઓગસ્ટ 2019 સુધી ચાલી હતી. જેમાં 15 દેશોને આવરી લેવાયા હતા.

(12:59 am IST)