Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

એક જ વર્ષમાં 170 હાર્ટ સર્જરી કરવા બદલ વાપીના ડૉ. કલ્પેશ મલિકને આઈકોનીક યર એવોર્ડ એનાયત

 

વાપી: શહેરમાં હરિયા એલ. જી. રોટરી હોસ્પિટલના ડૉ.કલ્પેશ મલિકે 1 વર્ષમાં 170 સફળ હાર્ટ સર્જરી કરી છે. જે બદલ તેમને આઇકોનીક યર એવોર્ડ પ્રાપ્ત થયો છે.

વાપી અને દક્ષિણ ગુજરાતમાં જાણીતી હરીયા એલ.જી. હોસ્પિટલમાં કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરાસીસ સર્જન ડૉક્ટર કલ્પેશ મલિકને 'ઇન્ડિયન આઈકોન ઓફ યર 2019 એવોર્ડ' સમારંભમાં 'કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ઓફ ધિ યર 2019'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. કલ્પેશ મલિક કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે 22 વર્ષથી વધારેનો અનુભવ ધરાવે છે. જેમાં તેમણે 8,700 થી વધારે ઓપન હાર્ટ સર્જરી કરેલી છે.

2018 માં મે મહિનામાં હરિયા એલ.જી.હોસ્પિટલમાં જોડાયા બાદ ડૉ કલ્પેશ મલિકે 170 થી વધુ કાર્ડિયો વાસ્ક્યુલર સફળ સર્જરી કરી છે. જેમાં 40 ટકાથી વધારે બાળકોની સર્જરીઓ છે. તેમણે હરિયા હોસ્પિટલમાં ઘણા પ્રકારની વાસ્ક્યુલર સર્જરીઓ પણ કરી છે. જેમાંથી અમુક સર્જરીઓ ભારતની ટોચની હોસ્પિટલોમાં પણ થઈ શકતી નથી. ગુજરાતી સર્વપ્રથમ સજાગ બાયપાસ સર્જરી પણ ડૉક્ટર કલ્પેશ દ્વારા કરવામાં આવી છે. જે ભારતભરમાં પણ ફક્ત બે વાર થઈ છે.

(1:03 am IST)