Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વડોદરામાં સમાવવા સામે છ ગામના લોકોનો વિરોધ : રેલી કાઢીને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

શહેરી વિસ્તારમાં પાણી રોડ-રસ્તાના ઠેકાણા નથી. ત્યારે ગામડાઓનો વિકાસ તમે કેવી રીતે કરશો. ?

 

વડોદરા શહેરમાં સમાવવા સામે જીલ્લાના 6 ગામના લોકોએ વિરોધ કર્યો હતો. 6 ગામોના સ્થાનિકોએ નવલખી મેદાનથી કલેકટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતુ.

  વડોદરામાં સમાવવા સામે બીલ,ભાયલી, સેવાસી, ઉંડેરા, કરોડીયા, વેમાલીનાં ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ગ્રામજનોએ કહ્યુ હતુ કે શહેરી વિસ્તારમાં પાણી રોડ-રસ્તાના ઠેકાણા નથી. ત્યારે ગામડાઓનો વિકાસ તમે કેવી રીતે કરશો. તેવા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા. જો માંગણી નહી સ્વીકારમાં આવે તો 84 ગામના લોકો પણ વિરોધ માટે આગળ આવશે.

(11:07 pm IST)