Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરતના કતારગામમાંથી નકલી પીએસઆઇ ઝડપાયો

હોમગાર્ડના જવાનોએ બજારમાં ફરતા નકલી પીએસઆઇ ગણેશ પ્રધાનનો ભાંડો ફોડ્યો

સુરતના કતારગામમાંથી નકલી પીએસઆઇ ઝડપાયો છે. ગણેશ પ્રધાન નામનો શખ્સ નકલી પીએસઆઇ બની બજારમાં ફરતો હતો. લોકોને પીએસઆઇ તરીકેની ઓળખ આપતો હતો. કતારગામ વિસ્તારમાં ફરજ પર હાજર હોમગાર્ડના જવાનોએ આ નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો છે

 . પોતાની પીએસઆઇ તરીકે ઓળખ આપી રહેલા ગણેશ પર શંકા જતા હોમગાર્ડ દ્વારા કતારગામ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં પોલીસે તપાસ કરતા આરોપી નકલી પીએસઆઇ તરીકેની ઓળખ આપતો હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને કતારગામ પોલીસે નકલી પીએસઆઇ ગણેશ પ્રધાનની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે

(10:05 pm IST)