Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પ્લાસ્ટિકમાંથી તેલ ઉત્પાદન સંદર્ભમાં પેનલ ચર્ચા યોજાઈ

ઓઇલ-ગેસ ક્ષેત્રના મહત્વના રિસર્ચ રજૂ કરાયા : ૧૮ યુનિવર્સિટીના ૪૦૦થી વધારે વિદ્યાર્થીએ ભાગ લીધો

અમદાવાદ, તા.૨૧ : ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં તા. ૧૮થી ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯  દરમ્યાન કોન્ફ્લુઅન્સ ઓફ ઈન્ટેલેક્ટ  થીમ હેઠળ પીડીપીયુ એસપીઈ ફેસ્ટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું. બહુ નોંધનીય એવા આ ફેસ્ટ-૨૦૧૯માં ઓઈલ અને ગેસ ઉદ્યોગ માટેનાં આ કોલોઝલમાં ૧૮ યુનિવર્સિટીનાં ૩૫૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પાર્ટિસીપન્ટસે પણ ધ્યાન ખેંચ્યુ હતુ. વિદ્યાર્થીઓ તરફથી ઓઇલ અને ગેસ ઇન્ડસ્ટ્રીઝના મહત્વના રિસર્ચ અને સંશોધનપત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને નિષ્ણાતો વચ્ચે પ્લાસ્ટિકમાંથી તેલ ઉત્પાદન અને તેની ટેકનોલોજી અંગે મહત્વનું પેનલ ડિસ્કશન, ઓઇલ પ્રોડકશન વધારવા માટે અન્હાન્સમેન્ટ રિકવરી પોલિસીમાં સુધારો સહિતના મુદ્દાઓ બહુ જ નોંધનીય બની રહ્યા હતા. પીડીપીયુ ફેસ્ટ-૨૦૧૯નું આયોજન શ્રી શિવમ પાલીવાલ, પ્રેસિડેન્ટ એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં નેતૃત્વ હેઠળ અને પીડીપીયુનાં સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં ડાયરેક્ટર શ્રી આર કે. વીજનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પીડીપીયુ ફેસ્ટમાં એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં ફેકલ્ટી એડવાઈઝર શ્રી ભવાનીસિંઘ દેસાઈ અને એસપીઈ પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટરનાં ફેકલ્ટી મેન્ટર શ્રી જતીન અગ્રવાલનું પણ માર્ગદર્શન સાંપડ્યું હતું. આ ફેસ્ટમાં પાર્ટીસીપન્ટસે ઉર્જાક્ષેત્રમાં પોતાના જ્ઞાનનો વ્યાપ વધારતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટનો મુખ્ય હેતુ ઉત્સાહી પાર્ટીસીપન્ટસ ઓઈલ અને ગેસ ઉદ્યોગમાં પોતાની દક્ષતા અને નાવિન્યપૂર્ણતા બતાવે તેવા આઈડીયાઝને દર્શાવવાનો હતો. પીડીપીયુ એસપીઈ ફેસ્ટને જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા, ગુજરાત પ્રદેશનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી એન.વી.નિતનાવરેએ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ઓએનજીસીનાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર ડો.આર વી. મરાઠે અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર શ્રી દેબાશિષ બાસુ, યુનિવર્સિટી ઓફ એકલાહોમાનાં એમિરેટ્સ પ્રોફેસર શ્રી સુભાષ શાહ અને પીડીપીયુના સ્કૂલ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજીનાં ડાયરેક્ટર ડો. આર.કે. વીજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષની આવૃત્તિમાં પ્રથમવાર યોજાયેલા પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું. આ પેનલ ડિસ્કશનનો ટોપિક ધ પોલિસી ફ્રેમવર્ડ ઓફ ઈન્ડિયા ટુ એમેલિયોરેટ એન્ડ સ્ટીમ્યુલેટ એનહાન્સડ ઓઈલ રિકવરી હતો. આ પેનલ ડિસ્કશનમાં વિવિધ તજજ્ઞોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. તજજ્ઞોમાં ઓએનજીસીનાં પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસેટ મેનેજર ડો. આર વી મરાઠે, પૂર્વ જીએમ (કેમિસ્ટ્રી), ઓએનજીસી અને ઈઓઆર કન્સલ્ટન્ટ શ્રી એસ બાતેજા, જેટીઆઈનાં ઈડી શ્રી યોગેશ શુક્લ, મહારાષ્ટ્ર ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનાં એસોસિએટ પ્રોફેસર શ્રી સમર્થ પટવર્ધન તેમજ ભારત સરકારનાં એન્હાન્સ રિકવરી સમિતિના પ્રતિનિધિ વગેરેનો સમાવેશ થાય છે. પીડીપીયુ ફેસ્ટ-૨૦૧૯માં વિવિધ ઔપચારિક અને અનૌપચારિક ઈવેન્ટસ પણ યોજાઈ હતી. આ ફેસ્ટ દરમ્યાન પીડીપીયુ ફેસ્ટમાં પ્રોડક્ટશન ઓપ્ટીમાઈઝીંગ યુઝીંગ આર્ટિફીશયલ લિફટ અંગેનો વર્કશોપ પણ યોજાયો હતો. જીયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અધિકારીઓએ પણ આ ફેસ્ટમાં ભાગ લીધો હતો અને જીયો લોગ જીયોલોજી ચેલેન્જનું આયોજન કરાયુ હતું. પીડીપીયુ સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે એનર્જી મેનિયા વર્કશોપનું આયોજન કરાયુ હતું.

(9:53 pm IST)
  • દિલ્હી : આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસી ગયા છે: દિલ્હી-એનસીઆરમાં એલર્ટની જાહેરાત કરી દેવાઇ : ગુપ્તચર સંસ્થાઓએ આતંકવાદીઓની વાતો ટેપ કરી લીધી છે : દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબમાં ખતરો અકબંધ access_time 4:03 pm IST

  • આંધ્રના નેલોરથી કાવેલી વચ્ચે ભારે વરસાદ પડશે : લો પ્રેસર પશ્ચિમને બદલે ઉત્તર તરફ આગળ વધ્યું છે. પરીણામે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં નેલોરથી કાવેલી સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. ચેન્નાઇમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી થઇ છે. બંગાળના અખાતથી સીસ્ટમ્સ આંધ્રના કાંઠે ભારે વરસાદ લાવશે. access_time 12:54 pm IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST