Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સ્વાઈન ફ્લૂનો કાળો કેર હજુ જારી : વધુ ૧૭ કેસો નોંધાયા

સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૫૩ થયોઃ કેસોની સંખ્યા વધી ૧૬૪૬ ઉપર પહોંચી : અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના નવા નવ કેસો નોંધાતા સંખ્યા વધીને ૬૬૫

અમદાવાદ, તા.૨૨: સ્વાઈન ફ્લુના કારણે રાજ્યભરમાં ભારે આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુથી સુરતમાં આજે એકનું મોત થયું હતું. આજે સ્વાઈન ફ્લુના વધુ ૧૭ કેસ સપાટી પર આવ્યા હતા. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ નવ કેસ નોંધાયા હતા. રાજકોટ અને સુરતમાં બે બે કેસ નોંધાયા હતા. જ્યારે જામનગર અને જુનાગઢમાં સ્વાઈન ફ્લુના એક એક કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે વધુ ૧૭ કેસની સાથે જ કેસોની સંખ્યા વધીને હવે ૧૬૪૬ સુધી પહોંચી ગઈ છે. જ્યારે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા ૧૮૯ જેટલી છે.  વધુ એકનું મોત થતાં મોતનો આંકડો વધીને આજે ૫૩ ઉપર પહોંચી ગયો હતો જ્યારે ૧૭ નવા કેસોની સાથે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૪૬ ઉપર પહોંચી ગઇ છે. ૧૩૬૦ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના ૯ કેસ આજે નોંધાયા હતા.સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૫૩ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૬૪૬ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૮૯થી વધુ છે. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે.ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથી વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૬૫ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં આજે નવા નવ કેસ નોંધાતા કેસોની સંખ્યા ૬૬૫ થઈ છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૧૮ના મોત થયા છે. જ્યારે આ વર્ષે મોતનો આંકડો ખૂબ ઉંચે પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતમાં પણ પગલા લેવામાં આવી રહ્યા છે.

(9:39 pm IST)
  • મોઈન કુરેશી લાંચ કેસ મામલે ડે ,એસ.પી. દેવેન્દ્ર કુમારની CBIએ કરી ધરપકડ:રાકેશ અસ્થાના સામે પણ આ કેસમાં છે આરોપ: 3 કરોડની લાંચમાં સંડોવાયેલા છે દેવેન્દ્રકુમાર દેવેન્દ્રકુમારે ફેબ્રિકેટેડ સ્ટેટમેન્ટ લીધું હતું:મોઇન કુરેશી પાસેથી લાંચ લેવા મામલે ધરપકડ access_time 1:05 am IST

  • દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ એસોસિએશને દિલ્હીના તમામ 400 પેટ્રોલ પંપને 24 કલાક માટે બંધ રાખવાનું કર્યુ એલાન: 22 ઓકટોબર સવારે 6 વાગ્યાથી 23 ઓકટોબર સવારે 5 વાગ્યા સુધી દિલ્હીના તમામ પેટ્રોલ પંપ રહેશે બંધ access_time 2:18 pm IST

  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST