Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ભ્રષ્ટાચારના કેસમાં DSP દેવેન્દ્રકુમારની ધરપકડ થઈ

રાકેશ અસ્થાના સામે લાંચના મામલે ધરપકડ : અસ્થાનાની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ હવે દેવેન્દ્રકુમારની ધરપકડ બાદ ઉંડી તપાસનો દોર

નવી દિલ્હી, તા. ૨૨ : સીબીઆઈએ ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરી લીધઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે લાંચ રૂશ્વતના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ ભ્રષ્ટાચાર મામલામાં ડીએસપી દેવેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવતા આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. રવિવારના દિવસે તપાસ સંસ્થાએ પોતાના બે નંબરના અધિકારી સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે એફઆઈઆર દાખલ કરી હતી. સીબીઆઈએ અસ્થાનાની સાથે પોતાની એસઆઈટીના ડેપ્યુટી એસપી ઉપરાંત કેટલાકની સામે ભ્રષ્ટાચારની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લાંચ લેવાનો આક્ષેપ કર્યો હતો. અસ્થાના જ કુરેશ સામે તપાસની જવાબદારી સંભાળી રહ્યા હતા. બીજી બાજુ અસ્થાનાએ પોતે તેમની સામે મુકવામાં આવેલા આક્ષેપોનો ફગાવી દીધા છે. હૈદરાબાદના બિઝનેસમેન સતિષ બાબુની ફરિયાદના આધાર ઉપર સીબીઆઈના ટોપ અધિકારી અસ્થાના સામે એફઆઈઆરમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો હતો કે તેઓએ સીબીઆઈ ડિરેકટરને ગયા વર્ષે ત્રણ કરોડ રૂપિયા આપ્યા હતા. સનાનું આ નિવેદન સીઆરપીસીની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટની સામે નોંધવામાં આવ્યું હતું જે કોર્ટમાં પણ માન્ય ગણાશે. મોઈન કુરેશી પાસેથી ૫૦ લાખ રૂપિયા લેવાના મામલામાં સના પણ તપાસના ઘેરામાં છે. આ મામલાની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીનું નેતૃત્વ અસ્થાના કરી રહ્યા હતા. ગયા વર્ષે ડીએસપી દેવેન્દ્રકુમાર દ્વારા પૂછપરછમાં દુબઈના એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મનોજ પ્રસાદે તેમને સીબીઆઈ સાથે સારા સંબંધ હોવાની વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તેમના ભાઈ સોમેશ તેમની આ કેસમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. સનાએ એમ પણ કહ્યું છે કે તે મનોજ પ્રસાદને આશરે ૧૦ વર્ષથી ઓળખે છે. નવી દિલ્હી સીબીઆઈ યુનિટના એસપી તરફથી જારી કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના, સીબીઆઈ એસઆઈટીના ડીએસપી દેવેન્દ્રકુમારની સાથે મનોજ પ્રસાદ, સોમેશ પ્રસાદ અને એક સરકારી કર્મચારી અને પ્રાઈવેટ કર્મચારીઓની સામે રેગ્યુલર કેસ દાખલ કરાયો છે. સીબીઆઈ ૧૬મી ઓકટોબરના દિવસે જ પ્રસાદની ધરપકડ કરી ચુકી છે. સીબીઆઈમાં ટોપ અધિકારીઓ સામે કેસના કારણે હાલમાં ભારે ખળભળાટ મચેલો છે.

(7:37 pm IST)