Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

કારમાં દારૂના જથ્થાની હેરાફેરી કરનાર શખ્સોની વડોદરાથી ધરપકડ

વડોદરા:નેનો કારમાં દારૃની હેરાફેરી કરતા છોટાઉદેપુરના એક શખ્સની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

છોટાઉદેપુરથી મોટા જથ્થામાં દારૃની હેરાફેરી થાય છે અને સફેદ નેનો કારમાં છોટાઉદેપુરથી એક નેનો કાર દારૃનો જથ્થો ભરીને વડોદરા જવાની છે તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફના માણસોએ ડભોઇ તાલુકાના મોતીપુરા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસના માણસોએ રોકી તપાસ કરતા કારની ડેકીમાં સંતાડેલી દારૃની ૧૮૦ બોટલો મળી હતી.

પોલીસે કારના ચાલકનું નામ-સરનામું પૂછતા સલીમ એહમદ શેખ (રહે.મહુડી ફળિયું, શાસ્ત્રીનગર, છોટાઉદેપુર) જણાવ્યું હતું તેમજ દારૃનો જથ્થો છોટાઉદેપુરથી ઝાકીર જુજરા અને સકુભાઇ હળવદે ભરાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

(5:45 pm IST)