Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

નડિયાદમાં જીમખાનાના મેદાનમાં અજાણ્યા ભિક્ષુકની લાશ મળી આવતા તપાસ શરૂ

નડિયાદ: શહેરમાં મીલ રોડ પાસે આવેલ સીટી જીમખાના મેદાનમાં એક લાસ પડી હોવાની માહિતી નડિયાદ પોલીસને મળતા પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઇ હતી અને તપાસ કરતા ભીક્ષુક જેવા દેખાતા અજાણી વ્યક્તિ મૃત હાલતમાં પડેલી જોવા મળી હતી. જોકે પોલીસે તેની તપાસ હાથ ધરતા કોઇ ઓળખ મળી આવી ન હતી. 
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીમખાના મેદાન પાસે આવેલી દુકાનો પાછળના ભાગે આ લાસ પડી હતી, જે અંગેની જાણ સ્થાનિક દુકાનદારો દ્વારા ટાઉન પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળ પર પહોચી તેપાસ કરી અકસ્માતે મોતનો ગુનો નોધી મૃતકની લાસને પીએમ માટે નડિયાદ સીવીલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. 
મૃતક વ્યક્તિની લાસને જોતા તેના નાકની બાજુના ભાગમાં ઇજાનું નિશાન હતુ, તેમજ નાકના ભાગેથી વધુ માત્રામાં લોહી નિકળ્યુ હોવાનું પણ જોવા મળી રહ્યુ હતુ. જેને લઇ સ્થાનિક લોકો શંકા વ્યક્ત કરી રહ્યા હતા કે જીમખાના મેદાન પાસે આવેલ અને દેશી દારૂ માટે કૃખ્યાત ખાડવાસમાંથી આ વ્યક્તિ દેશી દારૂ પીને આવ્યો હશે, અને પછી રસ્તામાં પડી જવાથી કે ઇજા થવાથી તેનું મૃત્યુ થયુ હોઇ શકે છે.

(5:44 pm IST)