Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

અમદાવાદમાં શિશુ ગૃહમાં આશ્રય લઇ રહેલી તરછોડાયેલી હીરને સ્પેનના લલર ગીલ ડે લા પુન્ટેએ દત્તક લીધી

અમદાવાદઃ ૪ વર્ષની નાની હીર પોતાની નવી પેઇન્ટિંગ બુકસમાં ખોવાઇ ગઇ અને અલગ અલગ ચિત્રોમાં રંગ ભરી રહી છે. હીરને ખબર નથી પણ આ રંગ હવેતેના બેરંગ જીવનમાં પણ ભરાઇ રહ્યા છે. શહેરના શિશુ ગૃહમાં આશ્રય લઇ રહેલી તરછોડાયેલી હીરને સ્પેનની૪૨ વર્ષીય એના પિલર યીલ ડે લા-પુન્ટેએ દત્તક લીધાના ૨૪ કલાકમાં તો એના વખાણ કરતા થાકતી નથી. એના કહે છે હીરને કલર અને પેઇન્ટિંગનો ભારે શોખ છે. એટલા માટે જ તેણે નવી પેઇન્ટ બુક લાવી આપી છે.

આજથીછ લગભગ બે વર્ષ પહેલા અમદાવાદના રસ્તા પર તરછોડાયેલી હીર મળી આવી હતી. જે બાદ તેને શહેરના શીશુ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી. પરંતુ હીરના ભાગ્યમાં ઉપરવાળાએ કંઇક અલગ જ લખ્યું હતું અને તરછોડાયેલી હીરને સ્પેનના મેડ્રિડમાં એનાના સ્વરુપે પાલક માતા મળી ગળ. દત્તક લેવાની તમામ પ્રોસેસ પૂર્ણ થઇ ગઇ હોવાથી હીર હવે સોમવારના દિવસે એના સાથે કાયમ માટે સ્પેન જવા ઉડી જશે.

ચાર વર્ષ પહેલા દેશમાં સેન્ટ્રલ એડલપ્શન રીસોર્સ ઓથોરિટી ((ઘ્ખ્ય્ખ્)) બનાવવામાંઆવ્યા બાદ શહેરના શિશુ ગૃહમાંથી આ ચોથી ઘટના છેજેમાં કોઇ વિદેશી નાગરીકે બાળકને દત્તક લીધું હોય. આ પહેલા ર બાળકોને અમેરિકન નાગરીકો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. પરંતુ આ વખતે હીરના દત્તક લેવામાં ખાસ વાત એ છે કે એના એક સિંગલ મધર છે. જે અનેક વિદેશી ભાષાની જાણકાર હોવાની સાથે ફ્રેન્ચ ભાષાની ટીચર છે.

એના તેના યુવાનીના સમયમાં કોલકતા ખાતેએક ચેરિટી મિશનરીમાં કામ કરવા માટેથોડા સમય ભારતમાં રહી હતી. એના કહે છે કે '' મિશનરીમાં કામ કરતા કરતા જ મે વિચારી લીધું હતુ કે જો હું ૪૦ ની થઇશ ત્યાં સુધીમાં મને કોઇ યોગ્ય જીવનસાથી નહી મળે તો હું બાળક દત્તક લઇ લઇશ અને તેના ભાટે ભારત સાથે મારુ કનેકશન હોવાથી ભારતીય બાળક દત્તક લેવા બાબતે પણ હું ચોક્કસ હતી. મેં અહીં એ પણ વોયું કે કેટલાક યુરોપિયન દેશો કરતા ભારતમાં બાળકોને સારી રીતેઉછેર થાય છે.''

બાળક દત્તક લેવા માટેની પ્રોસેસ ખૂબ લાંબી છે. તેના માટે સ્પેનિશ અને ભારતીય ઓથોરિટી દ્વારા સમગ્ર પ્રોસેસ પૂર્ણ કરવામાં ૩ વર્ષ જેટલો સમયગાળો ચાલ્યો ગયો. જોકે એના કહે છે કે, '' હું ખૂબ ખૂશ છું કે હીર હવે મારી સાથે છે. મેં ઘરમાં તેના માટે ખાસ રુમની વ્યવસ્થા પણ કરી દીધી છે'' ઉપરાંત એના કહે છે કે હીર ૧૮ વર્ષની થયા બાદ જો તે ઇચ્છે તો પોતાના પૈતૃક મૂળ તપાસવામાં પણ એના મદદ કરશે જે માટે તે અત્યારથી જ એક ડાયરી મેન્ટેઇન કરી રહી છે.

શિશુ ગૃહના સુપ્રિટેન્ડેન્ટ રિતશ  દવે એ કહ્યું કે,'' દત્તક લીધેલા બાળક ને તેના પાલક પેરેન્ટ્સ વચ્ચે આટલો ઘનિષ્ટ સંબધ અમે ખુબ ઓછો જોયો છે. હીર અને એના બંને એકબીજા માટે જ સર્જાયા હોયતેવો સબંધ ખૂબ જ થોડા સમયમાં બંને વચ્ચે થઇ ગયો છે.એનાએ હીર ને સ્પેનિશ શીખડાવવા અને ત્યાંના વાતાવરણમાં મિકસ થવામાં મદદરુપ થવા માટે ખાસ મેટરનિટી લીવ પણ લીધી છે, જે દર્શાવે છે કે પ્રેમ એક વૈશ્વિક ભાષા છે''

(5:36 pm IST)