Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ચુંટણી પંચનો નગારે ઘાઃ બીજી નવેમ્બરે કલેકટરો-ચુંટણી અધિકારીઓને બોલાવ્યા

૧૫ નવેમ્બરથી મત મશીનનું ફસ્ટસ્ લેવલ ચેકીંગઃ તડામાર તૈયારી

રાજકોટ, તા.૨૨: કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના મુજબ ચૂંટણી પંચના ગુજરાત એકમે લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી શરૂ કરી છે. બીજી નવેમ્બરે રાજયના તમામ કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને ગાંધીનગર મહાત્માં મંદિર ખાતે બોલાવ્યા છે જેમાં કાર્યશાળા સ્વરૂપની બેઠકમાં  મત મશીન, વીવીપેટ અને ચૂટણી  પુષ્ટિપાલક્ષી માહિતી અપાશે. રાજયમાં તમામ નવા મત મશીન વપરાશે. જિલ્લા અધિકારીઓ સમક્ષ તેનું નિદર્શન કરી સમાજાવાશે. તા.૧૫ નવેમ્બરથી મત મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ શરૂ કરાશે. તમામ મત મશીનો નવા હોવાથી ટોડનકલ ક્ષતિનું પ્રમાણ ઘણુ ઘટી જવાની આશા ીે. રાજય કક્ષાએ કલેકટરોની હાજરીમાં લોકસભાની ચૂંટણીલક્ષી પ્રથમ બેઠક મળી રહી છે. તેથી આ બેઠકથી ચૂંટણી પંચે નગારે ઘા નાખ્યો છે. તેમ કહી શકાય.(૨૨.૧૫)

(4:02 pm IST)