Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગુજરાતમાં પૂર્ણ બજેટ નહિ, લેખાનુદાનઃ તે પૂર્વ ચૂંટણીલક્ષી જાહેરાતોનો વરસાદ

લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે ટુંકુ સત્ર મળશે

રાજકોટ, તા.રર : ગુજરાતમાં નવા નાણાકીય વર્ષમાં પૂર્ણ બજેટના બદલે વોેટ ઓન એકાઉન્ટ રજૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.

માત્ર ૪ માસના બજેટના કારણે બજેટ સત્ર ટુંકુ મળશે.

માર્ચથી મે વચ્ચે લોકસભાની ચૂંટણીનું મતદાન થવા પાત્ર છે. ફેબ્રુઆરીમાં ચૂંટણી જાહેર થવાથી આચારસંહિતા લાગુ પડી શકે છે. દર વર્ષે વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મધ્યથી માર્ચ અંત સુધી ચાલતું હોય છે. આ વખતે નિશ્ચિત મનાતી આચારસંહિતાને ધ્યાને રાખીને સરકારે પૂર્ણ બજેટના બદલે લેખાનુંદાન રજુ કરવાનું નક્કી કર્યું છે. તેને અનુરૂપ તૈયારી શરૂ થઇ છે. લોકસભાની ચૂંટણી પછી ફરી જુન-જુલાઇમાં વિધાનસભા સત્ર મળશે. જેમાં બાકીના ૮ મહિલા (ઓગષ્ટ ર૦૧૯થી માર્ચ-ર૦ર૦) સુધીનું બજેટ રજૂ કરવામાં આવશે. સરકાર આ વખતના બજેટ સત્ર પૂર્વે ચૂંટણીલક્ષી શ્રેણીબદ્ધ જાહેરાતો કરવા માંગતી હોવાના નિર્દેષ મળે છે.(૮.ર૩)

(4:01 pm IST)
  • વડોદરામાં 297 કરોડનું બીટકોઈન કૌભાંડ ખુલ્યું : 9 ઉદ્યોગપતિના બીટકોઈનમાં સલવાયા .297 કરોડ:વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર્સ-એજન્ટ સામે FIR: વડોદરા ક્રાઈમબ્રાન્ચમાં નોંધવામાં આવી ફરિયાદ:અમિત ભારદ્વાજ, અભય ભારદ્વાજ સામે FIR :એજન્ટ હેમંત ભોંપે સામે પણ ફરિયાદ access_time 3:02 pm IST

  • શારીરિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓના કવોટામાંથી ૨ વિકલાંગ વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન આપવા ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ હુકમ કર્યો છે access_time 1:16 am IST

  • નેડા : વેનકુવર આઈલેન્ડ પર ભૂકંપના તીવ્ર આંચકા:રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા માપવામાં આવી:ભયના કારણે લોકો ઈમારતોની બહાર દોડી આવ્યા access_time 4:21 pm IST