Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુરત : જેલમાં બંધ પતિને મળવા આવેલી રાજકોટની યુવતીને VHPનો નેતા લઇ ગયો ફાર્મહાઉસમાં ને માણ્યું સેકસ : પછી શું કહ્યું?

સામા પક્ષે ગભરૂ ભરવાડે પણ આ મહિલા સામે હનીટ્રેપ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે

સુરત તા. ૨૨ : રાજકોટની એક મહિલાએ સુરતના વિશ્વ હિન્દુ પરિષદના નેતા સામે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ સુરત ગૌરક્ષા સમિતિના પ્રમુખ ગભરુ ભરવાડ સામે આરોપ લગાવ્યો છે કે તેને એક ફાર્મહાઉસમાં લઇ જઇને સેકસ માણ્યું હતું. જયારે આ મામલે સામા પક્ષે ગભરુ ભરવાડે પણ આ મહિલા સામે હનીટ્રેપ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

મહિલાની ફરિયાદ અનુસાર, પીડિત મહિલા જયારે લાજપોર જેલમાં બંધ પોતાના પતિને મળવા ગઇ ત્યારે દરમિયાન ગૌરક્ષા સમિતિના પ્રમુખ તેણીને ફાર્મહાઉસમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ વાત બાદમાં શનિવારે સાંજે સચિન પોલીસ મથક પર પહોંચી હતી. જયાં તેણે વિશ્વ હિંદુ પરિષદના ગૌરક્ષા વિભાગના સુરતના પ્રમુખ ગભરૂ ભરવાડ સામે દુષ્કર્મ આચર્યુ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. જોકે, સામે પક્ષે ગભરૂ ભરવાડે પણ મહિલા સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી હોવાનું જાણવા મળે છે.

માહિતી પ્રમાણે બન્ને છેલ્લા એક દોઢ મહિનાથી ફોન અને વોટ્સએપથી સંપર્કમાં હતા અને શનિવારે મહિલા રાજકોટથી મળવા માટે આવી હતી. મહિલાના કહેવા મુજબ શનિવારે તે રાજકોટથી સુરત આવી હતી અને પલસાણાના ટી પોઈન્ટ પાસે ભૂલી પડી ગઈ હતી ત્યારે ગભરૂ ભરવાડ કાર લઇને તેની પાસે આવ્યો હતો અને મદદ કરવાને બહાને એક ફાર્મ હાઉસમાં લઇ ગયો હતો ત્યાં પહેલેથી બીજા બે જણા દારૂ પી રહ્યા હતા અને આ ત્રણેયએ મળીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ગેંગરેપ નહીં પરંતુ માત્ર ગભરૂએ જ દુષ્કર્મ કર્યુ હોવાની વાત મહિલાએ પોલીસને કહી હતી.

મામલો વધતા સામે પક્ષે ગભરૂ ભરવાડે પણ પોલીસને મહિલા સાથે થયેલી વાતચીત અંગેના સ્ક્રીનશોટ પોલીસને બતાવ્યા હતા. મોડી રાત્રે પીડિતાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

(3:39 pm IST)