Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સુરતના ડાયમંડ વર્કર યુનિયનના ધરણા :માંગણી નહિ સંતોષાતા બેનરો સાથે ધરણાં પર બેઠા

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયને ધરણા આયોજિત કર્યા છે. હિરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોની માંગણી ન સંતોષાતા ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ અને રત્નદીપ યોજના ચાલુ કરવાની માંગ કરી છે.

હિરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ભાડાના મકાનમાં રહેતા રત્ન કલકરોને મુખ્ય મંત્રી આવાસ યોજનામાં ઘરનું ઘર મળે તે પણ માંગ કરવામાં આવી છે.

(2:58 pm IST)