Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

ચોમાસામાં ભરૂચ દહેજ રોડની હાલત ખરાબ :ભરૂચ- દહેજ રોડ પર ટોલનાકા પાસે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

સ્થાનિકોના ચક્કાજામ બાદ, ભરૂચ પોલીસની દરમયાનગીરીથી વાહન વ્યવહાર શરૂ કરવાની કવાયત હાથ ધરી

ભરૂચ :  ચોમાસામાં ભરૂચ દહેજ રોડની હાલત ખરાબ થતા, સ્થાનિકોએ ટોલનાકા ખાતે ચક્કાજામ કર્યો છે. વારંવારની રજૂઆત છતા, જે રોડ માટે ટોલ વસૂલવામાં આવે છે તે ભરૂચ- દહેજ રોડની હાલત ખરાબ રહેતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના ચક્કાજામ બાદ, ભરૂચ પોલીસની દરમયાનગીરીથી વાહન વ્યવહાર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ચક્કાજામને કારણે દહેજ GIDCના કર્મચારીઓ અટવાયા હતા.

   
(11:21 pm IST)