Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાજપીપળાની શ્રી એમ.આર વિદ્યાલય ના આચાર્ય યોગેશ વસાવાનું શિક્ષણ મંત્રીનાં હસ્તે સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આચાર્ય સંઘ અને અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નર્મદા આયોજિત દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડીંડોરના વરદ હસ્તે ગ્રાન્ટેડ શાળાના નવ નિયુક્ત 14 આચાર્ય નુ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં રાજપીપળા નગરની પ્રતિષ્ઠિત શાળા શ્રી એમ.આર વિદ્યાલય રાજપીપલાના આચાર્ય યોગેશકુમાર એમ વસાવાને શિક્ષણ મંત્રી દ્વારા સાલ ઓઢાળી પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણની વિવિધ માંગણી સંદર્ભે તબક્કા વાર નિરાકરણ માટે હૈયા ધારણા આપી હતી.બીજા તબક્કામાં મંગ્રોલિય સાહેબ દ્વારા શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
   અંતે આચાર્ય સંઘના પ્રમુખ નિલેશ ભાઈ દ્વારા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર તથા દક્ષિણ ઝોન માંથી વલસાડ નવસારી તાપી સુરત ભરૂચ ડાંગ અને છોટાઉદેપુર જેવા જિલ્લામાંથી આચાર્ય સંઘના પ્રમુખ મંત્રી અને અન્ય હોદ્દેદારો તથા તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીઓ પધારેલ હતા.તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(10:46 pm IST)