Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખે તેમની સત્તા દરમિયાન ગંભીરસિંહજીની પ્રતિમાનું નવીનીકરણ કરાવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ જેમાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે બાજી સંભાળી હતી. જોકે પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલનાં અઢી વર્ષના શાસનમાં અનેક વિકાસનાં કામ થયા હતા જેમાં કરજણ ઓવારાનું નવીનીકરણ અને ફિલ્ટર પાણીની લાઈન માટેની કામગીરી પણ કરવામાં આવી હતી ત્યારબાદ તેમના અઢી વર્ષ પૂરા થવા સમયે પણ કુલદીપસિંહ ગોહિલે તેમની પ્રમુખની સત્તામાં જ  શ્રી હરસિદ્ધિ માતાજીને રાજપીપળા નગરમાં લાવનાર મહારાજા વેરિસલાજીના દીકરા ગંભીરસિંહજીની પ્રતિમા કે જે ઘણા લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી તેને દાયકાઓ પછી નવીનીકરણ કરી ફરી એક વાર રાજપીપલા શહેરના શ્રી રાજરાજેશ્વર મંદિરના પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવી અને પ્રતિમાની સાથે સાથે આસપાસનાં સર્કલને પણ રંગરોગાન કરી શહેર ની ઐતિહાસિક ધરોહરની જાળવણી કરી છે.આમ પૂર્વ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ દ્વારા તેમના શાસન માં અનેક વિકાસનાં કામો કરી નગરજનોનાં દિલ જીતી લીધા હતા.

(10:45 pm IST)