Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

નાંદોદનાં શહેરાવમાં પૂરમાં ફસાયેલા 13 વ્યક્તિઓનું એક્સ આર્મી મેન ગજેન્દ્રસિંહએ રેસ્ક્યું કર્યું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા નદીમાં તારીખ 17 સપ્ટેમ્બરે આવેલા પુરમાં ફસાયેલા ગાયત્રી પરિવાર આશ્રમના 13 વ્યક્તિઓનો શહેરાવના એક્સ આર્મી મેન ગજેન્દ્રસિંહ દ્વારા રેસ્ક્યુ કરી જીવ બચાવવામાં આવ્યો હતો તેમની આ સરાહનીય કામગીરી બદલ અમદાવાદ ગાયત્રી પરિવારના મોભીઓ દ્વારા તેઓનું પૂજન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જોકે આટલી મોટી હોનારત બનવા છતાં શહેરાવ ગામ માં આજદિન સુધી કોઈ નેતા કે અધિકારી પણ ફરક્યા નથી શહેરાવ ગામ બેટમાં ફેરવાયું હતું અને આ ગામની 80% ખેતી ખલાસ થઈ ગઈ હોવા છતાં કોઈજ અધિકારી માનવતા દાખવી જોવા સુધ્ધા આવ્યા નથી તેમ ગ્રામજનોનું કહેવું છે.

   
(10:43 pm IST)